તાજેતરમાં શ્રીલંકાના રાષ્ટ્રપતિ બનેલા ગોટાબાયા રાજપક્ષે ભારતના ત્રિવસીય પ્રવાસ પર છે. નવી દિલ્હીમાં કેન્દ્રિય પ્રધાન વી.કે. સિંહ દ્વારા તેમનુ સ્વાગત કરવામાં આવ્યું હતું. રાજપક્ષે 30 નવેમ્બર સુધી ભારતમાં રોકાણ કરશે.
શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે ભારતના ત્રિદિવસીય પ્રવાસે - ગોટાબાયા રાજપક્ષે ન્યૂઝ
નવી દિલ્હી: શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે ગુરૂવારથી ભારતના પ્રવાસે છે. ગુરૂવારે સાંજે રાજપક્ષે દિલ્હી પહોંચ્યા હતાં. જયાં તેમનું કેન્દ્રિયપ્રધાન વી.કે. સિંહ દ્વારા સ્વાગત કરવામાં આવ્યુ હતું.
ગોટબાયાના ભારતના પ્રવાસ પહેલા તેમના વિરુદ્ધ મરલમાચી દ્રવિડ મુનેત્ર કજાગમ (MDAK)ના અધ્યક્ષ વાઈકો અને પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ગોટાબાયાના ભારતના પ્રવાસ પર સવલા ઉઠાવતા વાઈકોએ કહ્યું કે, શ્રીલંકામાં તમિલોનું કલ્યાણ સુનિશ્ચિત કરવાની જવાબદારી ભારત સરકારની છે. તેમણે ઉમેર્યુ કે, 80 મિલિયનથી પણ વધારે તમિલ લોકો ભારતમાં રહે છે. આ સાથે તેમણે સવાલ ઉઠાવ્યો કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિદેશપ્રધાન એસ. જયશંકરને શ્રીલંકાના પ્રવાસ પર શા માટે ના મોકલ્યા..?
ગોટાબાયાને લઈ તેમના વિરોધી વાઈકોએ કહ્યું કે, ગોટાબાયા રાજપક્ષે ક્યારેય ભારત સાથે મિત્રતા સ્થાપિત નહી કરે, કારણ કે તે ચીન અને પાકિસ્તાનના સમર્થનમાં છે.