ગુજરાત

gujarat

ETV Bharat / bharat

મેરા ભોલા હૈં ભંડારી...ઉજ્જૈનમાં શ્રાવણના પ્રથમ સોમવારે શિવભક્તોમાં અનેરો ઉત્સાહ - UP

ન્યૂઝ ડેસ્ક: શ્રાવણ માસનું મહત્વ શિવભક્તોમાં સૌથી વધારે હોય છે. શ્રાવણ માસમાં ભક્તો શિવભક્તિમાં લીન બને છે. શ્રાવણ માસના પ્રારંભ સાથે જ એક પછી એક તહેવારોની વણઝાર પણ શરૂ થઈ જાય છે. શ્રાવણ માસના પ્રથમ સોમવારના દિવસે મહાકાલ મંદિરમાં ભસ્મ આરતી કરવામાં આવી હતી.

ફાઇલ ફોટો

By

Published : Jul 22, 2019, 10:54 AM IST

Updated : Jul 22, 2019, 11:41 AM IST

આરતીમાં સામેલ દૂર દૂરથી લોકો ઉજ્જૈન આવતા હોય છે. તો આ દરમિયાન ભગવાનને અનેક શ્રૃંગાર કરવામાં આવે છે. ભસ્મ આરતીમાં ભાગ લેવા માટે ભક્તો રાત્રીના 11 વાગ્યાથી જ લાઇનમાં ઉભા રહ્યા હતા. તો આ આરતી 2.30 વાગ્યેથી શરૂ થઇ હતી. જેમાં દુધ,ધી,ફૂલ,ઇત્ર તથા અન્ય વસ્તુઓથી ભગવાનને સ્નાન કરાવવામાં આવે છે.આરતીમાં સામેલ થવા માટે હજારો શ્રદ્ધાળુઓ બાબા મહાકાલના દરબારમાં પહોંચ્યા હતા. ઉલ્લેખનીય છે કે 12 જ્યોતિર્લિંગોમાંથી એક છે.

શિવોહમ...શિવોબમ..આજથી શરૂ થયો શ્રાવણ માસ

ત્યારે આ નિમિત્તે ઉત્તર પ્રદેશના વારાણસીમાં સ્થિત વિશ્વનાથ મંદિરમાં રાત્રીથી જ ભક્તો ભગવાન ભોલેનાથના દર્શન કરવા માટે લાઇનમાં ઉભા હતા.આ સાથે જ ભક્તોની સુવિધાને ધ્યાનમાં રાખીને મંદિરના સંચાલકોને તમામ સુવિધાઓ કરી હતી.

કાંવડિયોને કોઈ પરેસાની ન થાય તે માટે CM યોગીના નિર્દેશ મુજબ વિશ્વનાથ મંદિર જવાના માર્ગ પર જે બૈરિકેન્ડિમગ પર રેડ કાર્ડ બતાવામાં આવ્યો છે. તો ગરમીથી રાહત આપવા માટે માર્ગો પર પાણી પણ નાખવામાં આવે છે. સરકારે કાંવડિયોની કાવડ યાત્રાને ધ્યાનમાં રાખીને સુખદ અને પરેશાનીથી મુક્ત સુવિધાઓ કરી આપી છે.

Last Updated : Jul 22, 2019, 11:41 AM IST

ABOUT THE AUTHOR

...view details