ગુજરાત

gujarat

ETV Bharat / bharat

દિલ્હી ચૂંટણીઃ વૉટિંગ માટે ફ્રી ટિકિટ આપી રહી સ્પાઈસ જેટ - સ્પાઈસ જેટ કંપનીએ ઑનલાઈન ટિકિટ બુકિંગ

દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં પોતાની ભાગીદારી નોંધાવવા માટે ઈચ્છુક મતદારોને ખાનગી એરલાઈન્સ કંપનીએ સ્પાઈસ જેટ ફ્રી હવાઈ ટિકિટ આપી રહી છે.

Spice Jet
Spice Jet

By

Published : Feb 4, 2020, 11:54 AM IST

નવી દિલ્હીઃ રાજધાની દિલ્હી વિધાનસભા ચૂંટણી 8 ફેબ્રુઆરીએ થવાની છે. તે પહેલા સ્પાઈસ જેટ કંપનીએ સ્પાઈસ ડેમોક્રેસી નામની ઑફર બહાર પાડી છે. જે અંતર્ગત બહાર રહેતા દિલ્હી મતદારોને મતદાન કરવા માટે ફ્રી ટિકિટ આપવામાં આવી રહી છે.

Spice Democracy નામથી શરૂ કરાઈ ઑફર

સ્પાઇસ જેટ કંપનીએ 8મી ફેબ્રુઆરીએ થનારી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને સ્પાઇસ ડેમોક્રેસીના નામની ઑફર બહાર પાડી છે. જે હેઠળ મતદાનના દિવસે દિલ્હી જનાર મતદારોને ફ્રી ટિકિટ આપવામાં આવશે. તેમજ 7 ફેબ્રુઆરીએ જઈને 8 ફેબ્રુઆરીએ પાછા ફરનારને કંપની તરફથી ટિકિટના પૈસા પાછા મળશે. આ સિવાય 8 ફેબ્રુઆરી જઈને 9 ફેબ્રુઆરીએ પરત ફરનારને પણ કંપની તરફથી ફ્રી ટિકિટ આપવામાં આવશે.

વૉટિંગ માટે ફ્રી ટિકિટ આપશે સ્પાઈસ જેટ

ઑનલાઈન સુવિધાનો લાભ

સ્પાઈસ જેટ કંપનીએ ઑનલાઈન ટિકિટ બુકિંગની પણ સુવિધા રાખી છે. કંપનીનું કહેવું છે કે, "જો તમે મત આપવા માટે દિલ્હી જઈ રહ્યાં છો તો તમારે કંપનીની વેબસાઈટ પર રજીસ્ટ્રેશન કરાવું પડશે. આ કાર્ય માટે સ્પાઈસ જેટ પેનલ બનાવવામાં આવી છે. જે તમામ અરજી અને ટિકિટની કામગીરી સંભાળશે."

વૉટિંગ માટે ફ્રી ટિકિટ આપશે સ્પાઈસ જેટ

આમ, સ્પાઈસ જેટ કંપનીએ સ્પાઈસ ડેમોક્રેસીના નામનથી આ સુવિધા શરૂ કરી છે. જો તમે પણ દિલ્હી જઈને મતદાન કરવા ઈચ્છતા હોય તો કંપનીની વેબસાઈટ પરથી ટિકિટ મેળવી શકાશે.

ABOUT THE AUTHOR

...view details