ગુજરાત

gujarat

ETV Bharat / bharat

નોઈડામાં કેમ વધી રહ્યા છે આત્મહત્યાના કેસ, વાંચો વિશેષ અહેવાલ... - ઉત્તર પ્રદેશ

નોઈડામાં લોકડાઉન દરમિયાન આત્મહત્યાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. પોલીસ આ માટે તણાવને જવાબદાર માને છે. જાણો આ અંગે મનોચિકિત્સક શું કહે છે...

suicide case noida
suicide case noida

By

Published : Jun 28, 2020, 6:57 PM IST

ઉત્તર પ્રદેશઃ દેશભરમાં લોકડાઉન દરમિયાન લોકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. કોઈ કોરોનાથી ડરી ગયા છે, તો કોઈને નોકરી છીનવાઈ જવાનો ડર છે, કોઈ પોતાના સ્નેહિજનોને નથી મળી શકતા, તો કોઈને એકલતા એટલી હદે સતાવી રહી છે કે, તેમને આ દુનિયામાંથી વિદાય લેવાનું સરળ લાગી રહ્યું છે.

નોઈડામાં કેમ વધી રહ્યા છે આત્મહત્યાના કેસ

ઉત્તર પ્રદેશના નોઈડામાં લોકડાઉન કાળની વાત કરીએ તો છેલ્લા એક માસ દરમિયાન 20થી વધુ લોકોએ આત્મહત્યા કરી છે. આ આંકડા ચોકાવનારા છે. આત્મહત્યા કરનારા લોકોનું વયજૂથ 18-40 વર્ષ છે.

આંકડા પર એક નજર

  • 5 જૂન: 24 વર્ષીય ગજેન્દ્રએ ગળે ફાંસો ખાઇને આપઘાત કર્યો
  • 11 જૂન: 35 વર્ષીય ઇરશાદે ગળે ફાંસો ખાઇને આપઘાત કર્યો
  • 12 જૂન: 40 વર્ષીય પંકજે ગળે ફાંસો ખાઇને આપઘાત કર્યો
  • 13 જૂન: 38 વર્ષીય અસગરને ફાંસો ખાઇ આપઘાત કર્યો
  • 14 જૂન: 22 વર્ષીય કંચનએ ESI હોસ્પિટલેથી કૂદીને આત્મહત્યા કરી
  • 16 જૂન: 26 વર્ષની જુનીએ આત્મહત્યા કરી
  • 20 જૂન: 21 વર્ષીય સચિન શર્માએ પંખે લટકીને આત્મહત્યા કરી
  • 21 જૂન: 50 વર્ષીય રાજ ​​મિસ્ત્રીએ આત્મહત્યા કરી
  • 22 જૂન: નવ-દંપતીએ છત પરથી કૂદીને આત્મહત્યા કરી
  • 27 જૂન: 28 વર્ષીય મોનીએ 16 મા માળેથી કૂદીને આત્મહત્યા કરી લીધી
  • એક 11 વર્ષના છોકરાએ પણ જીવન ટુંકાવ્યું

આત્મહત્યા પર રેડ અલર્ટ

મનોવિજ્ઞાનિક શુભ્રાએ જણાવ્યું હતું કે, લોકડાઉન દરમિયાન લોકો સાથે વાતો કરો. સોશિયલ મીડિયા, વીડિયો કોલ્સ દ્વારા લોકો સાથે જોડાઓ અને જો તમને જરૂર લાગે તો મનોવિજ્ઞાનિકની મુલાકાત લેતા ખચકાશો નહીં. 11 વર્ષથી 40 વર્ષ સુધીની યુવક-યુવતીઓની આત્મહત્યા ચોંકાવનારી છે. કારણ ગમે તે પણ હોઈ શકે છે, પરંતુ સતત યુવાન લોકો આત્મહત્યા કરી રહ્યા છે, એનો અર્થ એ છે કે, તેમની પાસે જીવવા માટે બધું છે અને ગુમાવવાનું કંઈ નથી, પરંતુ યુવાનો આ સમજી શકશે નહીં. લોકડાઉન દરમિયાન બાળકો અથવા મોટેરા તણાવમાં જણાય તો અનિચ્છનિય ઘટના ટાળવા માટે તેમની સાથે વાત કરો.

ABOUT THE AUTHOR

...view details