ગુજરાત

gujarat

ETV Bharat / bharat

પંજાબના સ્ટેટ આઇકૉન તરીકે સોનૂ સૂદની પસંદગી - સ્ટેટ આઇકન

ચૂંટણી પંચે અભિનેતા સોનૂ સૂદની પંજાબ રાજ્યના સ્ટેટ આઇકૉન તરીકે પસંદગી કરી છે. સોનૂ સૂદે લૉકડાઉન દરમિયાન પ્રવાસી લોકોને તેમના ઘરે પહોંચાડ્યા હતા.

Etv  Bharat, Gujarati News, Sonu Sood
પંજાબના સ્ટેટ આઇકૉન તરીકે સોનૂ સૂદની પસંદગી

By

Published : Nov 17, 2020, 6:45 AM IST

  • પંજાબના સ્ટેટ આઇકૉન તરીકે સોનૂ સૂદની પસંદગી
  • સોનૂએ આ સમ્માન પર ખુશી કરી વ્યક્ત
  • સોનૂએ લૉકડાઉન દરમિયાન હજારો લોકોની મદદ કરી
  • સોનૂની પોતાની આત્મકથા 'મે મસીહા નહીં હૂં' કરશે લૉન્ચ

નવી દિલ્હીઃ અભિનેતા સોનૂ સૂદને ભારતીય ચૂંટણી પંચે પંજાબ રાજ્યના સ્ટેટ આઇકૉન તરીકે પસંદગી કરી છે. સોનૂએ આ સમ્માન પર ખુશી વ્યક્ત કરી અને તે આનાથી સમ્માનિત થયાની લાગણી અનુભવી રહ્યા છે.

સોનૂએ લૉકડાઉન દરમિયાન હજારો લોકોની મદદ કરી

સોનૂએ લૉકડાઉન દરમિયાન હજારો લોકોની મદદ કરી હતી. તે સતત બીજા રાજ્યોમાં ફસાયેલા પ્રવાસી મજૂરોની મદદ કરી રહ્યા હતા, જેથી તેઓ પોતાના ઘર સુધી પહોંચી શકે.

આ ઉપરાંત સોનૂએ હજારો મજૂરો સિવાય અનેક અન્ય લોકોને ફેસ શીલ્ડ, ખોરાક, મોબાઇલ ફોન અને અન્ય વસ્તુઓની મદદ કરી છે.

સોનૂની પોતાની આત્મકથા 'મે મસીહા નહીં હૂં' કરશે લૉન્ચ

થોડા દિવસો પહેલા સોનૂએ કહ્યું હતું કે, તે પોતાની આત્મકથા લઇને આવી રહ્યા છે, જેનું નામ 'મે મસીહા નહીં હૂં' છે.

ABOUT THE AUTHOR

...view details