ગુજરાત

gujarat

ETV Bharat / bharat

સોનિયા ગાંધી હેલ્થ ચેકઅપ માટે વિદેશ પહોંચ્યા, સંસદના ચોમાસું સત્રમાં સામેલ નહીં થાય - સોનિયા ગાંધીનું હેલ્થ ચેકઅપ

કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સંસદના ચોમાસું સત્રના પ્રથમ ચરણમાં ભાગ નહીં લે. કોંગ્રેસના સૂત્રોના મતે સોનિયા ગાંધી રુટિન ચેકઅપ માટે વિદેશ ગયા છે, રાહુલ ગાંધી પણ તેમની સાથે છે. કોંગ્રેસ નેતા રણદીપ સિંહ સુરજેવાલાએ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીના વિદેશ જવાની ટ્વિટ કરીને પુષ્ટિ કરી છે.

સોનિયા ગાંધી
સોનિયા ગાંધી

By

Published : Sep 13, 2020, 7:06 AM IST

નવી દિલ્હી : કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી હેલ્થ ચેકઅપ માટે વિદેશ જવા રવાના થયા છે. પ્રાપ્ત માહીતી મુજબ, રાહુલ ગાંધી પણ તેમની સાથે છે.

આ પહેલા શુક્રવારે કોંગ્રેસ સંગઠનાત્મક ફેરબદલ કરવામાં આવી હતી. આ ફેરબદલમાં સૌથી મોટો ફાયદો રણદીપ સિંહ સુરજેવાલાને થયો છે. સુરજેવાલા હવે કોંગ્રેસ અધ્યક્ષને સલાહ આપવામાં ઉચ્ચ સ્તરીય વિશેષ સમિતિનો ભાગ છે.

આ સાથે જ સુરજેવાલાને કોંગ્રેસનું મહાસચિવ પણ બનાવવામાં આવ્યું છે. મધુસૂદન મિસ્ત્રીને કેન્દ્રીય ચૂંટણી સમિતિને અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. પ્રિયંકા ગાંધીને યૂપીના પ્રભારી બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત કેસી વેણુગોપાલ સંગઠનની જવાબદારી આપવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details