કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ શનિવારે કોંગ્રેસના સ્થાપના દિવસે પાર્ટી કાર્યાલયમાં ધ્વજ ફરકાવ્યો હતો. આ દરમિયાન રાહુલ ગાંધી, ડૉ.મનમોહન સિંહ, મોતીલાલ વોરા, એકે એન્ટની અને અન્ય વરિષ્ઠ નેતા હાજર રહ્યા હતા.
સોનિયા ગાંધીએ પાર્ટી કાર્યાલય ખાતે ધ્વજ ફરકાવ્યો ઉલ્લેખનીય છે કે, આજના જ દિવસે 28 ડિસેમ્બર 1885ના રોજ કોંગ્રેસ પાર્ટીની સ્થાપના કરવામાં આવી હતી. હવે પાર્ટીની કમાન ગાંધી પરિવાર પાસે છે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના શનિવારે 134 વર્ષ પૂર્ણ થઇ ગયા છે.
કોંગ્રેસ પાર્ટીની સ્થાપના નિવૃત્ત બ્રિટિશ અધિકારી એઓ હ્યુમે કરી હતી.
કોંગ્રેસ પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પાર્ટીના 60માં અધ્યક્ષ હતા. આઝાદી બાદ તેઓ કોંગ્રેસના 19માં અધ્યક્ષ રહ્યા. તેમના પહેલાં 59 લોકો કોંગ્રેસ પાર્ટીનું અધ્યક્ષ પદ સંભાળી ચૂક્યા છે. રાહુલ, ગાંધી પરિવારની પાંચમી પેઢીના પાંચમાં એવા વ્યક્તિ હતા જે આ ખુરસી પર બેઠા હતા. રાહુલ પહેલાં જવાહરલાલ નહેરૂ, ઈન્દિરા ગાંધી, રાજીવ ગાંધીએ અંદાજીત 5-5 વર્ષ અને સોનિયા ગાંધીએ 19 વર્ષ સુધી કોંગ્રેસના અધ્યક્ષનું પદ સંભાળ્યું છે અને થોડા સમય પહેલાં સોનિયા ગાંધીની ફરી કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ તરીકે નિયુક્તી કરવામાં આવી છે.