નવી દિલ્હી: કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની તબિયત લથડવાથી તેમને ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. મળતી માહિતી મુજબ, સોનિયા ગાાંધીને રૂટીન ચેકઅપ માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. જ્યાં ડૉક્ટર તેમની સારવાર કરી રહ્યા છે. આ ઉપરાંત રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રા પણ તેમની સાથે હોસ્પિટલમાં છે.
કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની તબિયત લથડી, હોસ્પિટલમાં દાખલ - રાહુલ ગાંધી
કોંગ્રેસ અક્ષ્યક્ષ સોનિયા ગાંધીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. મળતી માહિતી મુજબ, સોનિયા ગાંધીને ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે, જ્યાં રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રા પણ તેમની સાથે છે.
કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની તબિયત લથડી, કરવામાં આવ્યા હોસ્પિટલમાં દાખલ
ઉલ્લેખનીય છે કે, સોનિયા ગાંધી શનિવારે બજેટ સત્રમાં પણ સામેલ થઇ શક્યાં નહોતા. ગત થોડા દિવસથી સોનિયા ગાંધીની તબિયત નાદુરસ્ત છે. આ જ કારણે તેઓ રાજનીતિમાં પણ ઓછા સક્રિય જોવા મળે છે. દિલ્હીમાં થનારી વિધાનસભા ચૂંટણીમાં પણ સોનિયા ગાંધી જોવા મળ્યાં નથી.