ગુજરાત

gujarat

ETV Bharat / bharat

સોનાલી ફોગાટે "ભારત માતા કી જય" ન બોલનારને પાકિસ્તાની ગણાવ્યા, માગી માફી

ચંદીગઢ: હરિયાણા વિધાનસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન ભાજપ ઉમેદવાર સોનાલી ફોગાટે "ભારત માતા કી જય"નો શ્લોગન લગાવ્યો હતો. શ્લોગન ન લગાવનારને તેમણે પાકિસ્તાની ગણાવી દીધા હતાં.

sonali phogat etv bharat

By

Published : Oct 9, 2019, 12:20 PM IST

ટિક ટોક ગર્લ સોનાલી ફોગાટ હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં ચર્ચામાં છે. મંગળવારે પ્રચાર દરમિયાન સોનાલી ફોગટે "ભારત માતા કી જય ન બોલનારને પાકિસ્તાની" ગણાવ્યા હતાં.

સોનાલી ફોગાટે "ભારત માતા કી જય" ન બોલનારને પાકિસ્તાન ગણાવ્યા, માગી માફી

સોનાલીએ ટોળાને શ્લોગન ન લગાવનાર પર કહ્યું કે, મને શરમ આવે છે કે, ભારતીયો રાજકારણ માટે "ભારત માતા કી જય" નથી બોલતા.

આ પણ વાંચો...હરિયાણા ચૂંટણી: TikTok સ્ટાર સોનાલી ફોગાટ આદમપુરથી ભાજપના ઉમેદવાર

આ મામલે ETV ભારત સાથે ખાસ વાતચીત કરત સોનાલી ફોગાટે કહ્યું કે, તે તેમનામાં ગુસ્સો નહી પરંતુ, દેશભક્તિનો જુસ્સો ભરવા માટે કામ કરી રહી છે.

સોનાલી તે ત્રણવાર બોલી પરંતુ, લોકો ભારત માં કી જયના શ્લોગ ન લગાવતા તેમણે સવાલ કર્યો કે, તમે પાકિસ્તાથી આવ્યા છો? કારણ કે પાકિસ્તાની આવું કરે છે ભારત માતા કી જય નથી બોલતા.

ઉલ્લેખનીય છે કે, હરિયાણાની આદમપુર વિધાનસભા બેઠક પર સોનાલી ફોગાટ ભાજપની ઉમેદવાર છે. તેમનો મુકાબલો પૂર્વ મુખ્યપ્રધાન ભજનલાલના પુત્ર કોંગ્રેસ ઉમેદવાર કુલદીપ બિશ્રોઈ સામે છે. ટિક ટોક પર તેમના ઘણા ફોલોઅર્સ છે. સોનાલીને ટિકિટ મળ્યા બાદ ચર્ચામાં છે.

કુલદીપ બિશ્રોઈ આદમપુરથી ત્રણ વાર કોંગ્રેસના ધારાસભ્ય છે. ભજનલાલ આ બેઠક પરથી 8 વાર ધારાસભ્ય રહી ચૂક્યાં છે. કુલ 15 ઉમેદવારો મેદાનમાં છે.

ABOUT THE AUTHOR

...view details