મુંબઈ: મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યપ્રધાન શરદ પવારે કહ્યું કે, કેન્દ્ર સરકારે લોકડાઉનથી પ્રભાવિત અર્થવ્યવસ્થામાં સુધારો કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. તેમણે ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે સૂચિત ભૂમિપૂજન માટે સરકાર પર કટાક્ષ કર્યા હતા.
કેટલાક લોકોનું માનવું છે કે મંદિર બનાવવાથી કોરોના ખત્મ થઇ જશે : પવાર - laying the foundation stone for a Ram Temple
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના વડા શરદ પવારે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે, 'કેટલાક લોકોનું માનવું છે કે, રામ મંદિરના નિર્માણથી કોરોના ખત્મ થઇ જશે. તેમણે કહ્યું કે, આ સમયમાં કોરોનાને ખત્મ કરવા માટે કામ થવું જોઈએ.
પવારે કહ્યું, 'કેટલાક લોકોને લાગે છે કે, રામ મંદિરના નિર્માણથી કોરોના ખત્મ થઇ જશે. તેમણે કહ્યું કે, આ સમયમાં કોરોનાને ખત્મ કરવા માટે કામ થવું જોઈએ.
રવિવારે શરદ પવારે કહ્યું કે, અમે કોરોના વાઇરસ સામેની લડત કેવી રીતે લડવી તે વિચારી રહ્યા છીએ, જ્યારે કેટલાક લોકોને લાગે છે કે, કોરોના મંદિર બનાવાથી ખત્મ થશે. પવારે કહ્યું કે, મંદિર નિર્માણ પાછળ કોઈ કારણ હોઈ શકે છે, પરંતુ આપણી પ્રાથમિકતા એ છે કે લોકડાઉનથી પ્રભાવિત અર્થતંત્રમાં સુધારો કેવી રીતે થઈ શકે તે વિશે વિચાર કરવું છે.