ગુજરાત

gujarat

ETV Bharat / bharat

દેશના 325 જિલ્લામાં અત્યાર સુધી કોરોનાના એક પણ કેસ નોંધાયા નથીઃ સ્વાસ્થય મંત્રાલય

ભારતમાં કોરોના વાઇરસની મહામારીને લઇને અત્યારની પરિસ્થિતિ વિશે કેન્દ્રિય સ્વાસ્થ્ય તેમજ ગૃહપ્રધાનના અધીકારીઓએ માહિતી આપી હતી. સ્વાસ્થ્ય પ્રધાનના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે કહ્યું કે, દેશના 325 જિલ્લામાં કોરોનાના એક પણ કેસ નોંધાયા નથી. તેમજ ભારતને બે ચીની કંપનીઓ પાસેથી રેપિડ એન્ટિબોડી ટેસ્ટ કીટ સહિત 5 લાખ પરિક્ષણ કીટ મળી છે.

etv bharat
દેશના 325 જિલ્લામાં અત્યાર સુધી કોરોનાના એક પણ કેસ નોંધાયા નથીઃ સ્વાસ્થય મંત્રાલય

By

Published : Apr 16, 2020, 8:22 PM IST

નવી દિલ્હીઃ ભારતમાં કોરોના વાઇરસની વર્તમાન પરિસ્થિતિ અંગે માહિતી આપવા માટે સ્વાસ્થ્ય પ્રધાનના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે મીડિયા સાથે વાત કરી હતી. તેમની સાથે ગૃહપ્રધાનના સંયુક્ત સચિવ પુણ્ય સલિલા શ્રિવાસ્તવ અને આઇસીએમઆરના અધીકારીઓએ પણ કોરોનાને લગતી માહિતિ આપી હતી.

લવ અગ્રવાલે કહ્યું કે દેશના 325 જિલ્લામાં કોરોનાના એક પણ કેસ નોંધાયા નથી. તેમજ મેડીકલ ઓદ્યોગિક એકમોને તબીબી ઉપકરણો અને પુરવઠો પૂરા પાડવા માટે 'મેક ઇન ઇન્ડિયા' પર ધ્યાન કેન્દ્રિત કરવા કહેવામાં આવ્યું છે.

તેમણે વધુમાં જણાવ્યું કે દેશમાં અત્યાર સુધીમાં 2,90,401 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાં 15 એપ્રિલે જ 30,043 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. દેશમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાના કુલ 941 નવા કેસો આવ્યા છે. તેમજ 37 લોકોના મુત્યુ થયા છે.

લવ અગ્રવાલે વધુમાં જણાવ્યું કે બુધવારના રોજ સ્વાસ્થ્ય પ્રધાન ડૉ.હર્ષ વર્ધને વીડિયો કોન્ફરન્સના માધ્યમથી વિશ્વ આરોગ્ય સંગઠનના અધિકારીઓ સાથે વાતચીત કરી હતી, જેમાં જિલ્લા કક્ષાની કોરોના વાઇરસના જુથો અને રોગચાળો ફાટી નીકળવાની સુક્ષ્મ યોજના વિશે ચર્ચા કરાઇ હતી. તેમજ સ્વાસ્થ્ય પ્રધાનના સંયુક્ત સચિવે કહ્યું કે ભારતને બે ચીની કંપનીઓ પાસેથી રેપિડ એન્ટિબોડી ટેસ્ટ કીટ સહિત 5 લાખ પરિક્ષણ કીટ મળી છે.

ગૃહપ્રધાનના સંયુક્ત સચિવ પુણ્ય સલિલા શ્રિવાસ્તવએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે વૃદ્ધ, તેમજ નાના બાળકો વાળા લોકોને ઘરેથી કામ કરવા માટે પ્રોત્સાહન આપવુ જોઇએ. તેમજ પાંચથી વધારે લોકોએ એક જગ્યાએ એકઠા ન થવુ જોઇએ, આ ઉપરાંત કેન્દ્ર સરકારે કહ્યું કે એયરલાઇન કંપનીઓએ 3 માર્ચ સુધી યાત્રા કરવા માટે લોકડાઉનના પહેલા ચરણ દરમિયાન બુક કરવામાં આવેલ ટિકટો પર યાત્રીઓને રિફંડ આપવુ પડશે.

ABOUT THE AUTHOR

...view details