- મધ્ય પ્રદેશના ભોપાલમાં ચંદનના લાકડા ચોરવાનો પ્રયાસ કરાયો
- તસ્કરોએ કેબિનેટ પ્રધાનના ઘરમાં ઘૂસીને ચંદનના ઝાડ કાપ્યા
- જોકે તસ્કરો ચંદનના લાકડાના લૂંટના પ્રયાસમાં સફળ થઈ શક્યા નહીં
ભોપાલ: શહેરના ટીટી નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા 74 બંગલાઓમાં પૈકી PWD પ્રધાન ગોપાલ ભાર્ગવના બંગલામાંથી ચંદનની ચોરીના પ્રયાસનો મામલો સામે આવ્યો છે. આપને જણાવી દઈએ કે, ચંદનના લાકડાની ચોરી કરવા આવેલા તસ્કરોએ બે ઝાડ કાપી નાખ્યા હતા. જોકે ઘટનાની જાણ થતાં સિક્યોરીટી ગાર્ડ આવી ગયો હતો અને તેણે જોરજોરથી બૂમો પાડતાં વૃક્ષો કાપનારા ચંદન ચોર ઘટનાસ્થળેથી ભાગ્યા હતા અને ચંદનના લાકડા સાથે લઈ જઈ શક્યા નહોતા.
તસ્કરોએ કેબિનેટ પ્રધાનના ઘરમાં ઘૂસીને ચંદનના ઝાડ કાપ્યા રાત્રે 2 વાગ્યે બની હતી ઘટના
રાતના 2 વાગ્યો તસ્કરો PWD પ્રધાન ગોપાલ ભાર્ગવના બંગલામાં ઘૂસ્યા હતા અને ચંદનના ઝાડ કાપવાની શરૂઆત કરી હતી. ઝાડ કપાઈને નીચે પડવાનો અવાજ આવ્યા બાદ સિક્યોરિટી ગાર્ડ ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો. તેના કહેવા મુજબ તસ્કરો ચંદનનું બીજું ઝાડ કાપવાનો પ્રયાસ કરી રહ્યા હતા. જોકે ગાર્ડને આવતો જોઈને તસ્કરો ભાગી છૂટ્યા હતા. આ ઘટનાના બે દિવસ પહેલાં જ જીતુ પટવારીના બંગલામાંથી પણ ચોર ચંદનના બે વૃક્ષ કાપીને લઈ ગયા હતા. જોકે હવે જીતુ પટવારી આ બંગલામાં રહેતા નથી. તેના ખાલી કર્યા બાદ તસ્કરો સક્રિય થયા છે અને ચદનના બે વૃક્ષ કાપીને લઈ ગયા હતા.
પોલીસ નથી પકડી શકી ચંદન તસ્કરોને
ચંદનના લાકડાની સતત વધી રહેલી ચોરીની ઘટના છતાં પોલીસ નિષ્ક્રિય જોવા મળી રહી છે અને તસ્કરો સતત પોલીસને હાથતાળી આપી રહ્યા છે. PWD પ્રધાનના બંગલામાં પણ ચંદન તસ્કરો ચોરીનો બે વખતતો પ્રયાસ કરી ચૂક્યા છે. એક વખત તો ચોરી કરવામાં સફળ પણ થયા છે. બીજી વખત તસ્કરો ચોરીમાં તો સફળ ન થયા પણ ચંદનના ઝાડ કાપીને નુકસાન ચોક્કસથી કરી ગયા હતા.