સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે, રાહુલ ગાંધી અલગાવવાદની આગ ન લગાવે તે દેશ માટે સારુ રહેશે. તેમણે વધુમાં કહ્યું કે, આવું પ્રથમ વાર નથી કે, રાહુલ ગાંધી પાકિસ્તાનને સમર્થન આપી રહ્યા હોય. જે પાકિસ્તાનને સારુ લાગે છે. ઈરાનીએ કોંગ્રેસને અપીલ કરી કે, જમ્મુ કાશ્મીર અને લદાખ ભારતના અભિગ્ન અંગ છે. અને ત્યાંના લોકો ઈચ્છે છે કે, વડાપ્રધાન મોદીની આગેવાનીમાં વિકાસ દરેક ઘર સુધી પહોંચે.
પાકિસ્તાનને રાહુલ ગાંધીનું સમર્થન: સ્મૃતિ ઈરાની - rahul gandhi
અમેઠી: કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીએ બુધવારે કોંગ્રેસને પર નિશાન સાધતા કહ્યું કે પાકિસ્તાનને રાહુલનું સમર્થન મળે છે. ભારત માટે આ દુર્ભાગ્યપૂર્ણ છે કે, આવો પણ એક નેતા છે. જે દુશ્મન દેશને પણ ગમે છે. જ્યારે ગૃહપ્રધાન અમિત શાહ બંધારણની વાત કરી રહ્યા હતા, ત્યારે રાહુલના સંકેત અને આદેશનુસાર કોંગ્રેસ એવા સ્વર નિકળ્યા કે, જે ભારતને વિભાજીત કરવાની માનસિકતા વાળા છે.
irani
ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યપ્રધાન કેશવ પ્રસાદ મૌયે રાહુલ ગાંધીને આડે હાથે લેતા કહ્યું કે, રાહુલ ગાંધી વર્તમાન સમયમાં પાકિસ્તાનની ભાષા બોલી રહ્યા છે. મૌયેએ કહ્યું કે, અમેઠીમાં સ્મૃતિ ઈરાનીએ 92 કરોડની સાત પરિયોજનાઓની જાહેરાત કરી છે. જેમાં લોકનિર્માણ વિભાગની ઘણા રસ્તાઓ સામેલ છે.
Last Updated : Aug 29, 2019, 5:16 AM IST