તેમણે કહ્યું કે, આશરે 22,000 લોકો તેમના ઘરથી તેમની સુરક્ષા માટે બહાર કાઢવામાં આવ્યા છે. તેનાથી વધુ તેના સંબંધીઓનું ઘર ગયા છે. તેમણે કહ્યું, 'લગભગ 7,000 લોકો શેલ્ટર હોમમાં રાખવામાં આવ્યા છે. અમે 56 શેલ્ટર હોમ બનાવ્યા છિએ. '
પશ્વિમ બંગાળ પહોંચ્યું ફાની, તેજ હવાઓ સાથે જોરદાર વરસાદ - gujarat
મિદનાપુરના જિલ્લાધીકારી પાર્થ ઘોષે ફોન પર કહ્યું કે, 'તેજ વરસાદ તેમજ હવાઓને કારણે અંદાજે 50 ઘર નષ્ટ થયા છે. પ્રભાવિત વિસ્તારોમાં રામનગર બ્લોક એક તેમજ બે, કોનટાઈ બ્લોક, ઈગરા તેમજ નંદાકુમાર સામેલ છે'
west bengal
પશ્ચિમ બંગાળમાં મધ્ય રાત્રિમાં પ્રવેશ કરતાની સાથે જ ભારે વરસાદ થવા લાગ્યો અને વાવાઝોડાને કારણે વૃક્ષો ઉખડવા લાગ્યા. છેલ્લા ઘણા દાયકાઓમાં ભારતીય ઉપખંડમાં તે સૌથી શક્તિશાળી તોફાન છે.
કોલકાતા અને ઉપનગરોના કેટલાક ભાગોમાં શુક્રવારે બપોરેથી મધ્યમથી ભારે વરસાદ પડી ચૂક્યો છે. ખડગપુરમાં અત્યાર સુધીમાં રેકોર્ડ 95 એમએમ વરસાદ નોંધાયો છે.