આ અંગે બેંગલુરુના મતદાન અધિકારી એલ. સુરેશે જણાવ્યું કે, "રાહુલ દ્રવિડે પોતાના પૂર્વ બેંગલુરુ ખાતે આવેલા ઘરને શિફ્ટ કરીને ઉત્તર બેંગલૂરૂના અર્બન વિસ્તારમાં લઇ જવાના કારણે તેમનું મતદાર યાદીમાંથી નામ કમી કરવામાં આવ્યું હતું. રાહુલે પોતાનું ઘર 16 માર્ચના રોજ શિફ્ટ કર્યું હતું, જે મતદાર યાદીમાં નામ સામેલ કરવાની અંતિમ તારીખ હતી."
લ્યો...ચૂંટણી પંચના એમ્બેસેડર રાહુલ દ્રવિડ જ નહીં કરી શકે મતદાન - લોકસભા ચૂંટણી
બેંગ્લુરુ: પૂર્વ ભારતીય ક્રિકેટર અને કેપ્ટન એવા રાહુલ દ્રવિડનું નામ મતદાર યાદીમાં સામેલ ન થવાના કારણે આગામી 18 એપ્રિલના રોજ લોકસભા ચૂંટણીમાં મતદાન નહીં કરી શકે.
રાહુલ દ્રવિડ જે પોતે ભારતીય ક્રિકેટર તરીકે અદ્દભુત ઇતિહાસ ધરાવે છે, અને આ પહેલા પણ વર્ષ 2018માં કર્ણાટક વિધાનસભાની ચૂંટણી માટે પ્રચાર કરીને લોકોને મતદાન કરવા માટે જાગૃતિ આપી હતી. આ સાથે જ ઇલેક્શન કમિશનના બ્રાન્ડ એમ્બેસેડર તરીને પણ કામગીરી કરી ચૂક્યા છે.
રાહુલના ભાઇએ ચૂંટણી અધિકારીઓને રાહુલે ઘર બદલ્યું હોવાનું જણાવતા સેન્ટ્રલ બેંગલુરૂની બેઠક પરથી તેનું નામ કમી કરવામાં આવ્યું હતું. રાહુલનું સિફ્ટ કરેલું ઘર પૂર્વ બેંગલુરૂ મત વિસ્તારમાં આવતું હોવાના કારણે તેનું નામ કમી કરવામાં આવ્યું હતું.