ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કયા જિલ્લામાં સ્થળાંતર મજૂરો પરત ફર્યા તેની જાણ સરકારને છે: નાણાંપ્રધાન - ગરીબ કલ્યાણ રોજગાર અભિયાનમાં અલગ અલગ યોજના

વડાપ્રધાન મોદી દ્વારા 20 જૂનના રોજ 'ગરીબ કલ્યાણ રોજગાર અભિયાન' શરૂ કરતા પહેલા નાણાંપ્રધાન નિર્મલા સીતારામને દિલ્હીમાં મીડિયાને સંબોધન કર્યું હતું.

નિર્મલા
નિર્મલા

By

Published : Jun 18, 2020, 6:05 PM IST

નવી દિલ્હી: વડાપ્રધાન મોદી દ્વારા 20 જૂનના રોજ 'ગરીબ કલ્યાણ રોજગાર અભિયાન' શરૂ કરતા પહેલા નાણાંપ્રધાન નિર્મલા સીતારામને દિલ્હીમાં મીડિયાને સંબોધન કર્યું હતું.

નાણાંપ્રધાને કહ્યું કે, 6 રાજ્યોના લગભગ 116 જિલ્લામાંથી મોટી સંખ્યામાં પરપ્રાંતિય મજૂરો પરત ફર્યા છે.

નાણાંપ્રધાને જણાવ્યું હતું કે, ગરીબ કલ્યાણ રોજગાર અભિયાનમાં 125 દિવસમાં સરકારની લગભગ 25 યોજનાઓ એકસાથે લાવવામાં આવશે અને આ 125 દિવસમાં દરેક યોજનાને તેના ઉચ્ચતમ સ્તર પર લઈ જવામાં આવશે. જે જિલ્લાઓમાં વધુ કામદારો પરત ફર્યા છે, સરકારની આ 25 યોજનાઓમાં જેને પણ કામગીરીની જરૂર પડશે તેને કામ આપવામાં આવશે.

વડાપ્રધાન રોજગાર અભિયાનની પ્રથમ પ્રાથમિકતા તેમના સંબંધિત જિલ્લાઓમાં પરત ફરેલા મજૂરોની તાત્કાલિક જરૂરિયાતોને પૂરી કરવી અને વહેલી તકે તેમને આજીવિકા પૂરી પાડવી છે.

પરત ફરનારા મજૂરોનો ઉપયોગ કરીને આ 25 જુદા-જુદા કામોમાં જે પણ લક્ષ્ય પ્રાપ્ત કરવાનું છે, તેને હાંસિલ કરવામાં આવશે. આ 25 યોજનાઓને કુલ મળીને જે નાણા ફાળવવામાં આવ્યા છે. તે આશરે 50,000 કરોડ રૂપિયા છે.

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, આ અભિયાન માટે બિહાર, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઝારખંડ અને ઓડિશાના કુલ 116 જિલ્લાઓમાંથી 25,000થી વધુ સ્થળાંતર કામદારોની પસંદગી કરવામાં આવી છે જેમાં 27 મહત્વાકાંક્ષી જિલ્લાઓ સામેલ છે.

આ અભિયાન 125 દિવસનું છે જેમાં 25 વિવિધ પ્રકારના કાર્યો પરપ્રાંતિય મજૂરોને રોજગાર આપવા અને દેશના ગ્રામીણ વિસ્તારોમાં માળખાગત સુવિધા બનાવવા પર કેન્દ્રિત કરવામાં આવ્યા છે.

આ યોજનાનું સમન્વય 12 વિવિધ મંત્રાલયો કરશે જેમાં ગ્રામીણ વિકાસ, પંચાયતી રાજ, માર્ગ પરિવહન અને હાઇવે, ખાણકામ, પીવાનું પાણી અને સ્વચ્છતા, પર્યાવરણ, રેલ્વે, પેટ્રોલિયમ અને કુદરતી ગેસ, નવીનીકરણીય ઉર્જા, સરહદ રસ્તાઓ, ટેલિકોમ અને કૃષિ મંત્રાલય સામેલ છે.

ABOUT THE AUTHOR

...view details