તમને જણાવી દઇએ કે, પૂર્વ વિદેશપ્રધાન સુષ્મા સ્વરાજ ટ્વીટરના માધ્યમથી મદદ માંગનારને તાત્કાલિક સહાય પહોંચાડવામાં અગ્રેસર રહેતા હતાં. નવા વિદેશપ્રધાન તરીકેનો કાર્યભાળ સંભાળ્યા પછી પોતાના સત્તાધિક અકાઉન્ટ પર ટ્વીટ પોસ્ટમાં શનિવારના રોજ કહ્યું કે, “હું આપણા પૂર્વ વિદેશપ્રધાન સુષ્મા સ્વરાજના માર્ગ ઉપર ચાલવાના અનુકરણથી ખુબ ગૌરવ અનુભવ કરૂં છું. આ ઉપરાંત મને પાઠવેલી શુભેચ્છાઓ માટે સૌને ધન્યવાદ. આ જવાબદારી આપવા બદલ હું સન્માન અનુભવ કરું છું અને ઉત્તમ કામ કરવાનો પ્રયાસ પણ કરીશ.”
શનિવારના રોજ એક મહિલાએ ટ્વીટરના માધ્યમથી મદદ માંગી હતી. ત્યારે થોડા જ સમયમાં તેઓ એકશનમાં આવી ગયા હતા અને ટ્વીટર પર જ વળતો પ્રતિસાદ આપ્યો હતો અને તેને સંપૂર્ણ મદદ મળશે તેવું આશ્વાસન પણ આપ્યું હતું. રિંકી નામની એક મહિલાએ એસ.જયશંકર અને સ્મૃતિ ઇરાનીને ટેગ કરતાં લખ્યું હતું કે, “મારી દિકરી 2 વર્ષની છે. હું તેને પાછી મેળવવા માટે 6 મહિનાથી સંઘર્ષ કરી રહી છું. તે અમેરિકામાં છે અને હું ભારતમાં. પ્લીઝ મારી મદદ કરો. હું તમારા જવાબની રાહ જોઇ રહી છું.”