ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ફારુક અબ્દુલ્લાની બહેન અને દિકરીની પોલીસ દ્વારા અટકાયત - jammu kasmir na samachar

શ્રીનગરઃ અનુચ્છેદ 370 હટાવવા બદલ વિરોધ પ્રદર્શન કરી રહેલી ફારૂક અબ્દુલ્લાની બહેન સુરૈયા અને દિકરી સાફિયાની અટકાયત કરી છે. ફારૂક અબ્દુલ્લા કાશ્મીરના મુખ્ય પ્રધાન અને કેન્દ્રીય પ્રધાન રહી ચુક્યા છે.

sister-and-daughter-of-farooq-abdullah-detained

By

Published : Oct 15, 2019, 7:22 PM IST

જમ્મુ કાશ્મીરમાં અનુચ્છેદ 370 નાબૂદ કરવા બદલ મહિલાઓ શ્રીનગરમાં પ્રદર્શન કરી રહી હતી. તેમની સાથે ફારૂક અબ્દુલ્લાની બેન સુરૈયા અને દિકરી સાફિયા પણ હતા. આ મહિલાઓ વિશેષ રાજ્યનો દરજ્જો સમાપ્ત કરી બે કેન્દ્ર શાસિત પ્રદેશમાં વહેંચવા બદલ વિરોધ કરી રહી હતી. બેનરો સાથે લાલ ચોક પાસેના પ્રતાપ પાર્કમાં મહિલાઓ ભેગી થઈને વિરોધ પ્રદર્શન કરી હતી. ત્યારે પોલીસ દ્વારા તેમને વિખેરવામાં આવ્યા હતા. પોલીસે સુરૈયા અને સાફિયા સાથે અન્ય ઘણી મહિલાઓની પણ અટકાયત કરી છે. ઉલ્લેખનીય છે કે, ફારૂક અબ્દુલ્લા અને એમના દિકરો ઉમર અબ્દુલ્લાની પબ્લિક સેફ્ટી એક્ટ હેઠળ અટકાયત થઈ છે.

ABOUT THE AUTHOR

...view details