બ્રિટેનના ખાનગી સંગઠન (NGO) 'સેવ દ ચિલ્ડ્રન' દ્વારા જાહેર વૈશ્વિક બાળપણ અહેવાલ અનુસાર ભારતના બાળપણ સૂચકાંકમાં 137 અંકોનો સુધાર થયો છે. અને તે 632 થી 769 પર પહોંચ્યો છે. સાથે જ કિશોરીઓ દ્વારા બાળકોના જન્મ બાબતમાં 2000 બાદ 63 ટકા અને 1990 બાદ 75 ટકાનો ઘટાડો આવ્યો છે.
વર્ષ 2000 બાદ 15 થી 19 વર્ષની પરિણીત છોકરીઓની સંખ્યામાં 51 ટકાનો ઘટાડો: રિર્પોટ
નવી દિલ્હી: ભારતમાં 15-19 વર્ષની ઉંમરની પરિણીત છોકરીઓની સંખ્યામાં 2000ના વર્ષ બાદ 51 ટકાનો ઘટાડો નોંધાયો છે. અને બાળ સ્વાસ્થ્ય,શિક્ષણ,શ્રમ,વિવાહ અને હિંસા સાથે જોડાયેલા સૂચકાંકોમાં દેશના સરેરાશ પ્રદર્શનમાં સુધાર થયો છે. એક નવા રિર્પોટમાં આ માહિતી સામે આવી છે.
ફાઈલ ફોટો
સૂચકાંકના અંકો બાળ સ્વાસ્થ્ય,શિક્ષા,શ્રમ,વિવાહ,બાળજન્મ અને હિંસા સંબંધિત આઠ નિર્દેશકોના પ્રદર્શનના સરેરાશ સ્તરને દર્શાવે છે. ભારતમાં 15-19 વર્ષની ઉમરની પરિણીત છોકરીઓની સંખ્યામાં વર્ષ 2000 બાદ 51 ટકા અને 1990 બાદ 63 ટકાનો ઘટાડો નોંધાયો છે.