ગુજરાત

gujarat

ETV Bharat / bharat

લૉકડાઉન અને માસ્ક ફરજિયાતની વચ્ચે, નવજોત સિંહ સિદ્ધુ માસ્ક પહેર્યા વિના જોવા મળ્યા

જાહેર સ્થળોએ દેશવ્યાપી લૉકડાઉન અને માસ્ક ફરજિયાત બનાવવાની વચ્ચે, નવજોત સિંહ સિદ્ધુ માસ્ક પહેર્યા વિના લોકોને અને ફ્રન્ટલાઈન હેલ્થકેર કર્મચારીઓને મદદ કરતા જોવા મળ્યા હતા.

Sidhu
Sidhu

By

Published : Apr 19, 2020, 9:02 AM IST

ચંડીગઢઃ પંજાબમાં કોંગ્રેસ ધારાસભ્ય નવજોત સિંહ સિદ્ધુ અને મોરચાના હેલ્થકેર કાર્યકરો સાથે માસ્ક પહેર્યા વગર લોકો સાથે મળતા જોવા મળ્યો હતા.

નવજોત સિદ્ધુ તેમના અમૃતસર પૂર્વ મત વિસ્તારની મુલાકાત લેતા જોવા મળ્યા હતા, જેમને ગત્ત જુલાઇમાં રાજ્યના કેબિનેટમાંથી રાજીનામું આપ્યા બાદ સમર્થકો સાથે, જરૂરિયાતમંદ અને વંચિત લોકોમાં રેશન પેકેટનું વિતરણ કરવા પહોંચ્યા હતા. ત્યારબાદ ડૉકટરો, આરોગ્યસંભાળ કામદારો અને મ્યુનિસિપલ કર્મચારીઓ અને સેનિટેશન સ્ટાફનનું મનોબળ વધારવા તેમણે તમામની મુલાકાત લીધી હતી.

આ દરમિયાન તે તેમના સુરક્ષા ગાર્ડ અને સમર્થકો પણ માસ્ક પહેરેલા જોવા મળ્યા નહોતા.

નોંધનીય છે કે, પંજાબના મુખ્યપ્રધાન અમરિંદરસિંહે શુક્રવારે જાહેરમાં ફરજિયાત માસ્ક પહેરવા કડક અમલના આદેશ આપ્યા છે અને પોલીસને ઉલ્લંઘન કરનારાઓ સામે દંડ લાદવા સહિત કડક કાર્યવાહી કરવા જણાવ્યું છે. રાજ્યએ આ અઠવાડિયાની શરૂઆતમાં જાહેરમાં માસ્ક પહેરવાનું ફરજિયાત બનાવ્યું હતું.

પરંતુ શનિવારે 'જીતેગા પંજાબ' શીર્ષક પર તેના ફેસબુક પેજ પર પોસ્ટ કરેલા વીડિયોમાં સિદ્ધુ જાહેર સ્થળોએ ચહેરો ખુલ્લો રાખીને માસ્ક દાન કરતા જોવા મળ્યા હતા. તેમજ તે સરકારી મેડિકલ કોલેજમાં ગયા હતા. જ્યાં તેમણે સામાજિક અંતર જાળવતાં ડોકટરો અને આરોગ્ય કર્મચારીઓ સાથે ટૂંક સમયમાં વાતચીત કરી.

એક વીડિયોમાં સિદ્ધુ લોકોને સામાજિક અંતરનું પાલન કરવાનું કહેતા સાંભળવામાં આવ્યાં હતાં. પરંતુ તેના કેટલાક સમર્થકો તેનું પાલન કરતાં જોવા મળતા નહોતા. જેના પગલે અનેક લોકો સિદ્ધુ પર સવાલ ઉઠાવતા જોવા મળ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details