ભોપાલ: શિવરાજસિંહ ચૌહાણ મધ્યપ્રદેશમાં મુખ્યપ્રધાન બન્યાના 29 દિવસ બાદ આખરે પ્રધાનમંડળનો વિસ્તાર કરવામાં આવ્યો છે. શિવરાજ સિંહે તેનું મિનિ-કેબિનેટ બનાવ્યું છે. જેમાં પાંચ સભ્યોએ રાજભવન પહોંચ્યા બાદ શપથ લીધા હતા.
શિવરાજ પ્રધાનમંડળમાં શપથ લેનારા 5 પ્રધાનોમાંથી 2 સિંધિયા શિબિરના છે.