શિવસેનાએ એવું પણ કહ્યું હતું કે, રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ રાષ્ટ્રપતિ શાસન લાગતા મગરના આંસુ વહાવી રહ્યા છે કારણ કે, સત્તા હાલમાં પરોક્ષ રીતે ભાજપના હાથમાં જ છે.
મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની પૃષ્ઠભૂમિ પહેલાથી જ તૈયાર હતી: શિવસેના - રાષ્ટ્રપતિ શાસન લાદવાની પૃષ્ઠભૂમિ
મુંબઈ: શિવસેનાએ આરોપ લગાવ્યો છે કે, મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની સ્ક્રિપ્ટ પહેલાથી જ લખાઈ ગઈ હતી. તેમણે રાજ્યપાલ પર પ્રહાર કરતા જણાવ્યું કે, તેમણે હવે પાર્ટીઓને સરકાર બનાવવા માટે છ મહિનાનો સમય આપ્યો છે.
શિવસેનાને સરકાર બનાવવા માટેનો દાવો કરવા માટે ફક્ત 24 કલાકનો સમય આપ્યો તથા વધારે સમય આપવા માટે ના પાડી પાડતા રાજ્યપાલની ટિકા કરતા શિવસેનાએ મુખપત્ર સામનામાં જણાવ્યું હતું કે, કોઈ અદ્રશ્ય શક્તિ આ રમતને નિયંત્રિત કરી રહી છે. તથા તે અનુસાર બધા નિર્ણયો થાય છે.
જણાવી દઈએ કે, મહારાષ્ટ્રમાં રાજકીય ઉઠાપટકની વચ્ચે રાષ્ટ્રપતિ શાસન લાગૂ થઈ ગયું છે. રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ કેન્દ્રને મોકલેલા રિપોર્ટને રાષ્ટ્રપતિ પાસે જતાં રાષ્ટ્રપતિ શાસન લાગ્યું છે. બીજી બાજુ શિવસેના પણ સરકાર બનાવવાના દાવા સાથે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યું છે.