ગુજરાત

gujarat

ETV Bharat / bharat

હરિયાણા ચૂંટણી: ભાજપના સાથી અકાલી દળનો બળવો, ઈનેલો સાથે લડશે ચૂંટણી - haryana election latest news

ચંડીગઢ: પંજાબ અને નવી દિલ્હીમાં ભાજપની સહયોગી પાર્ટી અકાલી દળે જાહેરાત કરી છે કે, 21 ઓક્ટોબરે હરિયાણામાં યોજાનારી ચૂંટણીમાં પોતાની જૂના સાથી ઈન્ડિયન નેશનલ લોકદળ (ઈનેલો) સાથે ગઠબંધન કરશે. બુધવારે પાર્ટી તરફથી જાહેર કરાયેલા એક નિવેદનમાં ઉલ્લેખ કરાયો હતો કે, શિરોમણી અકાલી દળ, કાલાંવાલી, રતિયા અને ગુલા ચીકાની સીટો પર ગઠબંધન કરી ચૂંટણી લડશે.

haryana election live news

By

Published : Oct 3, 2019, 2:29 PM IST

Updated : Oct 3, 2019, 2:38 PM IST

પાર્ટીના ઉમેદવાર રજિંદરસિંહ દેસૂજોધા કાલાંવલીથી ચૂંટણી લડશે, તો કુલવિંદરસિંહ કુણાલ રતિયા અને રાજ કુમાર રાવરજાગીર ચીકાથી ઉમેદવારી નોંધાવશે.

શિઅદ અધ્યક્ષ સુખબીર બાદલે જાહેરાત કરી છે કે, પાર્ટી સંરક્ષક પ્રકાશસિંહ બાદલ અને ઈનેલો સુપ્રીમો પ્રકાશ ચૌટાલા ગુરુવારે કાલાંવલી અને રતિયા વિધાનસભામાંથી ઉમેદવારી નોંધાવનારા બે ઉમેદવારો સાથે જોડાશે.

શિઅદના અધ્યક્ષે કહ્યું હતું કે, ઈનેલોની ભાગીદારી સાથે લડવા માટેની બાકીની સીટો પર ટૂંક સમયમાં જ જાહેરાત કરી દેવામાં આવશે.

આ બાજુ ઈનેલોએ પણ બુધવારના રોજ 64 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી દીધી છે. આ યાદીમાં 12 મહિલા ઉમેદવારોને જગ્યા આપવામાં આવી છે.

ઓ.પી.ચૌટાલાના સૌથી નાના દિકરા અભય ચૌટાલા એલાનાબાદથી ફરી એક વાર ઉમેદવારી નોંધાવશે.

ઓ.પી. ચૌટાલા અને તેમના મોટા દિકરા અજયસિંહ ચૌટાલા શિક્ષક ભરતી કૌભાંડમાં સંડોવાતા આ વખતે ચૂંટણી નહીં લડે.

દુષ્યંત ચૌટાલાના નેતૃત્વવાળી જનનાયક જનતા પાર્ટીએ પોતાના 22 ઉમેદવારોની યાદી જાહેર કરી છે.

ગત લોકસભા ચૂંટણીમાં સૌથી યુવાન સાંસદ તરીકે ચૂંટાયેલા દુષ્યંત ચૌટાલાએ ડિસેમ્બર 2018માં પાર્ટી અને ચૌટાલા પરિવાર વચ્ચે મતભેદને કારણે ઈનેલોમાંથી અલગ થવાનો નિર્ણય કર્યો હતો.

Last Updated : Oct 3, 2019, 2:38 PM IST

ABOUT THE AUTHOR

...view details