ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કોંગ્રેસ નેતા શશિ થરૂરને વિદેશ પ્રવાસ કરવા કોર્ટની ફરી એકવાર લીલીઝંડી - કોંગ્રેસ

કોંગ્રેસ નેતા ફરી એકવાર વિદેશ પ્રવાસ જવા માટે કોર્ટે પરવાનગી આપી છે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ કોર્ટે કોંગ્રેસ નેતાને 9 વખત વિદેશ પ્રવાસ જવાની મંજૂૂરી આપી હતી.

કોંગ્રેસ નેતા શશિ થરૂરને વિદેશ પ્રવાસ કરવા કોર્ટની ફરી એકવાર લીલીઝંડી
કોંગ્રેસ નેતા શશિ થરૂરને વિદેશ પ્રવાસ કરવા કોર્ટની ફરી એકવાર લીલીઝંડી

By

Published : Feb 22, 2020, 1:02 PM IST

Updated : Feb 22, 2020, 1:35 PM IST

નવી દિલ્હી: દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે સુનંદા પુષ્કર મોત મામલે આરોપી અને કોંગ્રેસ નેતા શશિ થરૂરને વિદેશ જવાની પરવાનગી આપી છે. કોંગ્રેસ નેતા શશિ થરૂરે ફેબ્રુઆરીથી મે વચ્ચે વિદેશ પ્રવાસે જવાની પરવાનગી માગી હતી. આ પહેલા કોર્ટ શશિ થરૂરને 9 વખત વિદેશ જવાની મંજૂરી આપી ચુકી છે.

આ પહેલા પણ વિદેશ જવાની મંજૂરી મળી ચુકી છે. કોર્ટે આ પહેલા કોંગ્રેસ નેતાને 14 મે, 2019થી 18 નવેમ્બર 2019 સુધી દુબઇ જવાની મંજૂરી આપી હતી. આ પહેલા 11 ઓક્ટોબર, 2019ના રોજ પણ કોર્ટે કોંગ્રેસ નેતાને 5 દેશના પ્રવાસ પર જવાની મંજૂરી આપી હતી, ત્યારે આ વખતે ફરીવાર કોંગ્રેસ નેતા શશિ થરૂરને વિદેશ પ્રવાસ સંયુક્ત અરબ અમીરાત, પેરિસ અને નોર્વે જવાની મંજૂરી મળી છે.

Last Updated : Feb 22, 2020, 1:35 PM IST

ABOUT THE AUTHOR

...view details