ગુજરાત

gujarat

ETV Bharat / bharat

સોનિયા ગાંધી અને શરદ પવારની મુલાકાત, શિવસેનાને ટેકો આપવા બાબતે અસ્પષ્ટ - શિવસેના સાથે ગઠબંધન

નવી દિલ્હી: એનસીપી પ્રમુખ શરદ પવારે આજે મોડી સાંજે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે મુલાકાત યોજી હતી. બંને વચ્ચે લગભગ એક કલાક સુધી બેઠક ચાલી હતી. જેમાં મહારાષ્ટ્રમાં હાલની રાજકીય પરિસ્થિતીને લઈ ચર્ચા થઈ હતી. બેઠક બાદ પવારે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, શિવસેના સાથે ગઠબંધનને લઈ કોઈ વાતચીત થઈ નથી.

sharad pawar to sonia gandhi

By

Published : Nov 4, 2019, 7:16 PM IST

Updated : Nov 4, 2019, 7:41 PM IST

આ અંગે કોંગ્રેસ પાર્ટી બે ભાગ પડ્યા હોવાનું મનાઈ રહ્યું છે. જેમાં એકનું કહેવું છે કે, મહારાષ્ટ્રમાં શિવસેના સાથે ગઠબંધન કરતાં પહેલા શિવસેના ભાજપ સાથે ગઠબંધન તોડવાની જાહેરાત કરે. જ્યારે બીજા ગ્રુપનું માનવું છે કે, બંને પાર્ટીઓની વિચારધારામાં ઘણું અંતર છે.

શરદ પવારની પત્રકાર પરિષદ

જો કે, સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, કોંગ્રેસ કોઈ પણ પ્રકારની ઉતાવળ કર્યા વગર તમામ નિર્ણયો શરદ પવાર પર છોડી દીધા છે.

ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રમાં એકેય પાર્ટીને બહુમત ન મળવાની સ્થિતીમાં હાલ ત્યાં સરકાર બનાવવાને લઈ દરરોજ નવા નવા સમીકરણો બહાર આવી રહ્યા છે.

Last Updated : Nov 4, 2019, 7:41 PM IST

ABOUT THE AUTHOR

...view details