ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું, આંતરરાષ્ટ્રીય સ્તર પર માનવાધિકારના રક્ષણ અને સુરક્ષા માટે જે ધોરણ બનાવવામાં આવ્યું છે, તે ભારત જેવા દેશો માટે પૂરતું નથી. શાહે કહ્યું આના બંધન અને ક્ષેત્રમાં રહીને જો આપણે માનવાધિકાર પર વિચાર કરીશું તો દેશની સમસ્યાઓને નાબુદ કરવામાં લગભગ સફળ થશું.
રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના 26માં સ્થાપના દિવસ પર શનિવારે આયોજિત એક કાર્યક્રમને સંબોધિત કરતાં શાહે કહ્યું કે, આંતરરાષ્ટ્રીય સ્તર પર માનવાધિકારના રક્ષણ અને સુરક્ષા માટે જે ધોરણ બનાવવામાં આવ્યાં છે, તે ભારત જેવા દેશ માટે પૂરતાં નથી.