ગુજરાત

gujarat

ETV Bharat / bharat

સેવામાં ફરીથી જોડાઇ શકે છે શાહ ફૈઝલ, 2019માં રાજકીય પાર્ટીની કરી હતી જાહેરાત - જમ્મુ-કાશ્મીર પીપલ્સ મૂવમેન્ટ

ભૂતપૂર્વ આઈએએસ અધિકારી શાહ ફૈસલ, જે નૌકરશાહીથી રાજનેતા બન્યા હતો, હવે તે પ્રશાસનમાં ફરીથી જોડાય તેવી સંભાવના છે. જો કે, અધિકારીઓએ તેમને જાણ કરી દીધી છે કે, તેમનું રાજીનામું સ્વીકારવામાં આવ્યું નથી.

શાહ ફૈઝલ
શાહ ફૈઝલ

By

Published : Aug 10, 2020, 12:52 PM IST

શ્રીનગર: ભૂતપૂર્વ આઈએએસ અધિકારી શાહ ફૈસલ જે નૌકરશાહીથી રાજનેતા બન્યા હતી, તે તેમના પ્રશાસનમાં ફરીથી જોડાય તેવી સંભાવના છે. જો કે, અધિકારીઓએ તેમને જાણ કરી દીધી છે કે તેમનું રાજીનામું સ્વીકારવામાં આવ્યું નથી. આ માહિતી ઉચ્ચ અધિકારીઓએ આપી હતી.

રસપ્રદ વાત એ છે કે, ફૈઝલે રાજીનામું આપ્યું હતું અને જમ્મુ-કાશ્મીર પીપલ્સ મૂવમેન્ટ (જેકેપીએમ) તરીકે ઓળખાતી રાજકીય પક્ષ બનાવી હતી. જો કે, સરકારની સત્તાવાર વેબસાઇટ પરથી જમ્મુ-કાશ્મીરના કેડર આઈએએસની સૂચિમાંથી તેમનું નામ હટાવવામાં આવ્યું નહોતું. કેટલાક અહેવાલો અનુસાર, ફૈઝલ પોતાના ટ્વિટર હેન્ડલમાંથી રાજકીય બાયોસને દૂર કરશે અને વહીવટની સેવામાં જોડાશે તેવી અપેક્ષા છે.

તેમણે રવિવારે સાંજે પોતાના ટ્વિટર પર લખ્યું કે, "એડવર્ડ એસ ફેલો, એચકેએસ હાર્વર્ડ યુનિવર્સિટી, મેડિકો. ફુલબ્રાઈટ. સેંટટ્રિસ્ટ." આ સ્પષ્ટ કરે છે કે, તેમણે જેકેપીએમના સ્થાપક તરીકે તેમના રાજકીય બાયોસને દૂર કર્યા છે. તેમણે વર્ષ 2010ની સિવિલ સર્વિસીસ પરીક્ષામાં ટોપ કર્યું હતું અને આઈ.એ.એસ. ની હોમ કેડર ફાળવવામાં આવ્યું હતું.

પ્રામાણિક અધિકારી તરીકે લોકપ્રિય ફૈઝલના શુભેચ્છકોએ તેમને વર્ષ 2018માં રાજકારણમાં જોડાવા માટે રાજીનામું આપવા ચેતવ્યા હતા. વળી સૂત્રોએ એમ પણ કહ્યું છે કે, સરકારે તાજેતરમાં તેમને એવું અનુભવડાવ્યું છે કે તેમને ફરી સિવિલ સર્વિસમાં જોડાવામાં કોઈ વાંધો નથી. જો તે ફરી પ્રશાસનમાં જોડાવાનું વિકલ્પ પસંદ કરે છે, તો તે જમ્મુ-કાશ્મીરની ટૂંકી રાજકીય કારકીર્દિનો ફરી નવો રેકોર્ડ સ્થાપિત કરશે.

ABOUT THE AUTHOR

...view details