નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કોવિડ-19 કેન્દ્રો પર અરવિંદ કેજરીવાલના દાવાને નકારી કાઢયો અને કહ્યું કે 26 જૂન સુધીમાં 10,000 બેડવાળું સંભાળ કેન્દ્ર શરૂ થઈ જશે. શાહે કહ્યું કે, દિલ્હીમાં 250 આઈસીયુ બેડ સાથે 1000 બેડની સંપૂર્ણ હોસ્પિટલ આવતા 10 દિવસમાં તૈયાર થઈ જશે. સશસ્ત્ર દળો તેનું સંચાલન કરશે.
તેમણે કહ્યું, 'કેજરીવાલ જી, ત્રણ દિવસ પહેલા આપણી બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે અને ગૃહમંત્રાલયે દિલ્હીના રાધાસ્વામી સત્સંગમાં દસ હજાર બેડની કોવિડ કેર સેન્ટર ચલાવવાનું કામ આટીબીપીને સોંપી દીધું છે. કામ ઝડપી ગતિએ ચાલુ છે અને કેન્દ્રનો મોટો ભાગ 26 જૂન સુધીમાં શરૂ થશે. "