તેમણે વધુમાં જણાવ્યું હતું કે, 25 કરોડ વિદ્યાર્થીઓ તથા 90 લાખ શિક્ષકોને જોડવા ઉપરાંત 2.3 લાખથી પણ વધારે શૈક્ષણિક વેબસાઈટને તેની સાથે જોડવામાં આવી છે.
દેશની અનેક શાળાઓની જાણકારી મળશે સરળતાથી ! - launch
નવી દિલ્હી: કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ પ્રધાન રમેશ પોખરિયાલે બુધવારના રોજ એક વેબ પોર્ટલ લોન્ચ કર્યું છે. આ પોર્ટલ શિક્ષણના માપદંડો, સ્કૂલ તથા તેનાથી જોડાયેલી અનેક જાણકારી ઉપલબ્ધ કરાવશે.આ પોર્ટલ 15 લાખથી પણ વધારે શાળાઓને જોડે છે. પોર્ટલ સાથે જોડાયેલી શાળાઓને જીયો ટેગ કરવામા આવ્યું છે.
iabns
અધિકારીઓએ આ અંગે જણાવ્યું હતું કે, શાળા દ્વારા ઉપલબ્ધ કરાવામા આવેલી જાણકારી કોઈ ત્રીજી પાર્ટી દ્વારા ચકાસવામા આવશે. તેના માટે એક એપ પણ વિકસાવવામા આવ્યું છે. જેમાં વિદ્યાર્થીઓ તથા શિક્ષકો પોતાની ફરિયાદ પણ દાખલ કરી શકશે.