એક તરફ જ્યાં આ હુમલાના કારણે દેશના લોકોમાં ગુસ્સાની લહેર દોડી ગઇ છે. આ સાથે જ બોલીવુડના દરેક સેલિબ્રિટીએ આ બાબતે સખ્ત વલણ દાખવ્યું છે. શબાના આઝમી અને જાવેદ અખ્તરે આ હુમલા મામલે પાકિસ્તાનના કરાચી આર્ટ કાઉંસિલમાં ભાગ લેવાની શખ્ત મનાઇ કરી દીધી છે.
શબાના અને જાવેદના કવિ કૈફી આજમીના પ્રોગ્રામમાં સામેલ થવા માટે આમંત્રણ મળ્યું હતું. શુક્રવારે જાવેદ અખ્તરે ટ્વીટ કરીને આ માહિતી આપી છે.
જાવેદ અખ્તરે લખ્યુ કે, કરાચી આર્ટ કાઉંસીલે શબાના અને મને બે દિવસ પહેલા કૈફી આજમી અને તેમની કવિતાઓ વિશે યોજાનાર લિટરેટર કોન્ફરેન્સમનાં ઇનવાઇટ કર્યા હતા. આ ઇવેન્ટમાં જવાનું કેન્સલ કરી દીધું છે." કૈફી આજમી શબાના આજમીના પિતા અને જાવેદ અખ્તરના સસરા છે. પુલવામાં આતંકી હુમલા બાદ દેશ વાસીઓમાં રોષ વ્યાપી ગયો છે. ઘણા બોલીવુડ સેલેબ્સે પણ ટ્વીટ કરીને પોતાનો ગુસ્સો દાખવ્યો છે.
જાવેદ અખ્તરે હુમલાની નિંદા કરી અને કહ્યુ કે, "મારો CRPF સાથે વિશેષ સંબંધ છે. મે તેમની માટે એક વિશેષ સોન્ગ પણ લખ્યુ છે. કલમને કાગળ પર રાખતા પહેલા મેં ઘણા બઘા CRPF અધિકારીઓની મુલાકાત લીધી છે. બહાદુર જવાનોના પરિવારો માટે મારી સંવેદના" શબાનાએ પણ આ હુમલાની નિંદા કરી છે.
બોલીવુડ જગતમાં સલમાન ખાન, આમિર ખાન, વિક્કી કૌશલ, અનુપમ ખેર, પ્રિયંકા ચોપડા, અભિષેક બચ્ચન, સ્વરા ભાસ્કર, અક્ષય કુમાર, સુનીલ ગ્રોવર, મનોજ બાજપેયી, તાપ્સી પન્નુ, વરુણ ધવન જેવા સેલેબ્સે આ હુમલા પર ગુસ્સો બતાવ્યો છે.