સરકારના અવગુણો દર્શાવો તો રાષ્ટ્રવિરોધી સાબિત કરવામાં આવે છે: શબાના આઝમી
ન્યૂઝ ડેસ્ક: અભિનેત્રી તથા સામાજીક કાર્યકર્તા શબાના આઝમી એક નિવેદન આપ્યું હતું કે દેશની ભલાઇ માટે દેશના અવગુણો જણાવવા પણ મહત્વના છે. જો અમે અવગુણો નહીં બતાવીએ તો હાલાતમાં સુધારો કેમ થશે ? પરતું વાતાવરણ એવી રીતે બની રહ્યું છે કે સરકારની કમીઓ જણાવતા તેમને તુરંત જ રાષ્ટ્રવિરોધી કહી દેવામાં આવે છે.
ફાઇલ ફોટો
તેમણે વધુમાં કહ્યું કે, અમે ગંગા-યમુના શિષ્ટાચારમાં મોટા થયા છે.તેમણે સાંપ્રદાયિકતાનો વિરોધ કર્યો હતો અને કહ્યું કે હિન્દુસ્તાન એક સારો દેશ છે. કોમી હિંસામાં સૌથી વઘારે તકલીફ મહીલાઓને થાય છે.અભિનેત્રીએ કહ્યું કે હિંસામાં એક મહિલાનો સમગ્ર પરિવાર બરબાદ થઇ જાય છે.