ગુજરાત

gujarat

ETV Bharat / bharat

શબાના આઝમીની હાલત સ્થિર, કોકિલાબેન હોસ્પિટલમાં સારવાર ચાલું - raod accident of shabana azmi

મુંબઈ: બોલિવુડની મશહૂર અભિનેત્રી શબાના આઝમી શનિવારે રોડ અકસ્માતમાં ઘાયલ થઈ હતી. હાલ તેમની હાલત સ્થિર છે. અભિનેત્રીને કોકિલાબેન અંબાણી હોસ્પિટલમાં દાખલ કરાયા છે. હોસ્પિટલના CEO ડોક્ટર સંતોષે એક નિવેદનમાં કહ્યું કે, તેમની હાલત હાલ સ્થિર છે અને તબીબોની દેખરેખ હેઠળ છે.

શબાના આઝમીની હાલત સ્થિર, કોકિલાબેન હોસ્પિટલમાં સારવાર ચાલું
શબાના આઝમીની હાલત સ્થિર, કોકિલાબેન હોસ્પિટલમાં સારવાર ચાલું

By

Published : Jan 19, 2020, 10:16 AM IST

અભિનેત્રી શનિવારે બપોરે મુંબઇથી પુણે એકસ્પ્રેસવે પર તેમની કારમાં જઇ રહ્યા હતા. આ સમયે અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં તેઓ ઘાયલ થયા હતા. તેમની કાર એક ટ્રક સાથે અથડાઇ હતી. આ દરમિયાન તેમના પતિ જાવેદ અખ્તર પણ તેમની સાથે હતા. જો કે તેઓ સુરક્ષિત છે.

આ ઘટના બાદ અભિનેત્રીને MGM હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. માથામાં ઇજા પહોંચતા તેમને મુંબઈના કોકિલાબેન હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાલમાં જ તેમણે સમગ્ર પરિવાર સાથે જાવેદ અખ્તરનો જન્મદિવસ ઉજવ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details