નવી દિલ્હી: દિલ્હીની એક કોર્ટે તાજેતરમાં પૂર્વોતર દિલ્હીમાં ફાટી નીકળેલી કોમી હિંસાના મામલામાં ધરપકડ કરાયેલા લોકોમાં સાત આરોપીઓને જામીન આપ્યા છે. મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ વિજયશ્રી રાઠોડે મોહમ્મદ અકરમ, શાકિર, દિલશાદ, જાકીબ, ભુરે ખાન, રાઝી અને શબ્બીરને રૂ. 20,000ના બોન્ડ પર જામીન આપ્યા છે.
દિલ્હી હિંસા કેસ: સાત આરોપીઓના જામીન મંજૂર
દિલ્હીની હિંસામાં પકડાયેલા સાત આરોપીઓને જામીન આપવામાં આવ્યા છે. નાગરિકતા કાયદાના સમર્થકો અને વિરોધીઓ ઘષર્ણ થયા પછી 24 ફેબ્રુઆરીએ ઉત્તર-પૂર્વ દિલ્હીમાં કોમી હિંસા ફાટી નીકળી હતી, જેમાં 44 લોકો માર્યા ગયા હતા અને 200 લોકો ઘાયલ થયા હતા.
સુનાવણી દરમિયાન પોલીસે એમ કહીને જામીન અરજીઓનો વિરોધ કર્યો હતો કે, આ કેસની તપાસ પ્રારંભિક તબક્કામાં છે અને તેમના પરના આક્ષેપો ગંભીર છે. આરોપી વતી એડવોકેટ અબ્દુલ ગફ્ફરએ દલીલ કરી હતી કે, ધરપકડ કરાયેલા આ સાત લોકો સામેના આક્ષેપો ખોટા છે અને પોલીસે દાવા મુજબ જાહેર સંપત્તિને કોઈ નુકસાન પહોંચાડ્યું નથી.
નાગરિકતા કાયદાના સમર્થકો અને વિરોધીઓ અનિયંત્રિત થયા પછી 24 ફેબ્રુઆરીએ ઉત્તર-પૂર્વ દિલ્હીમાં કોમી હિંસા ફાટી નીકળી હતી, જેમાં 44 લોકો માર્યા ગયા હતા અને 200 લોકો ઘાયલ થયા હતા.