નવી દિલ્હીઃ ભારતી આયુર્વિજ્ઞાન અનુસંધાન પરિષદ (ICMR)એ કહ્યું હતું કે, કોરોના વાઈરસના કમ્યુનિટી પ્રસારની તપાસ કરવા માટે સીરોલોજિકલ સર્વે અંતિ પરીણામ હજુ સુધી આવ્યા નથી. એક મીડિયા રિપોર્ટ અનુસાર, દેશમાં હૉસ્પોટ ક્ષેત્રોમાં રહેતા 15 ટકાથી વધુ લોકો કોરોના સંક્રમિત છે.
ICMRએ મંગળવારે આ મુદ્દે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, મીડિયાના એહવાલના સીરો સર્વે ચોક્કસ તારણ પર પહોંચ્યું નથી તેમાં ઘણી બાબતો અસ્પષ્ટ છે. ICMRએ આ અહેવાલને રદિયો આપ્યો હતો જેમાં કહ્યું હતું કે, કન્ટેમેઈમેન્ટ ઝોન અને હૉટસ્પોટમાં રહેતા લોકો કોરોના સંક્રમિત છે.
ICMRના એક અધિકારીએ ETV BHARAT સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, કોરોના મહામારી માટે ICMR સીરો સર્વેમાં ચોક્કસ તારણ નથી. માત્ર અટકળો જોવા મળે છે. જેથી આ સર્વેના પરીણામને યોગ્ય રીતે રજૂ કરવું જોઈએ.
હાલમાં જ કેટલાંક મીડિયા રિપોર્ટમાં જણાવાયું હતું કે, દેશમાં કન્ટેઈમેન્ટ ઝોન અને હૉસ્પોટ ક્ષેત્રોમાં રહેતા 15થી 30 ટકા લોકો લોકો કોરોના સંક્રમિત છે. રિપોર્ટમાં એવો દાવો કરાયો હતો કે, સીરો સર્વેને કેન્દ્રિય કેબિનેટ સચિવ રાજીવ ગૌબા અને વડાપ્રધાન કાર્યાલય સમક્ષ પણ રજૂ કરાયો છે.
ઉલ્લેખનીય છે કે, ICMRએ મે મહિનમાં શરૂ કર્યુ હતું. આ સર્વે 21 રાજ્યોના 69 જિલ્લામાં ઘરેલૂ સ્તરે કરાયો હતો. જેનો ઉદ્દેશ ભારતમાં કોવિડ-19 મહામારીને ફેલાતા અટકાવીને તેની નિયંત્રણ મેળવાનો હતો.
ICMR અનુસાર, સર્વે પ્રત્યેક જિલ્લામાં 10 કલસ્ટરથી રૈન્ડમ્લી પંસદ કરાયેલા 400 વ્યક્તિઓના લોહીના નમૂના લેવામાં આવશે. જેને બ્લડ સીરમના પૂણે સ્થિત ઈન્ટરનેશનલ ઈન્સ્ટીટ્યૂટ ઓફ વાયરોલોજી દ્વારા વિકસિત ELISA ટેસ્ટનો ઉપયોગ કરીને આઈજીજી એન્ટીબોડીની ઉપસ્થિતિ માટે પરિક્ષણ કરવામાં આવશે.