શ્રીનગર:જમ્મુ-કાશ્મીરના વરિષ્ઠ નેતા મુઝફ્ફર હુસેન બેગએ પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (પીડીપી)સાથે છેડો ફાડ્યો છે. જમ્મુ-કાશ્મીરમાં ચાલી રહેલા ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કાઉન્સિલ (ડીડીસી)ની ચૂંટણીઓ માટે પીપલ્સ અલાયન્સ ફોર ગ્રુપ ડિક્લેરેશન (પીએજીડી)માં બેઠક વહેંચણી અંગે નારાજગી વ્યક્ત કરી પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટીના નેતા મુઝફ્ફર હુસેન બેગએ આ નિર્ણય લીધો છે.
મુઝફ્ફર હુસેન બેગના આ નિર્ણયથી ઘાટીના આ રાજકારણમાં નવા સમીકરણ થવાની અપેક્ષા છે. એવું માનવામાં આવે છે કે અન્ય ઘણા મોટા નેતાઓ પણ પીડીપી છોડી શકે છે.