કેરળ: દેશમાં કોરોના વાયરસનો બીજો કેસ સામે આવ્યો છે. સંબંધિત જાણકારી કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી છે. હાલમાં મળતી માહિતી મુજબ તેની હાલત સ્થિર છે. આ પહેલા પણ કેરળના એક વિદ્યાર્થી કોરોના વાયરસની ઝપેટમાં આવી ગયો હતો.
કોરોના વાયરસઃ દેશમાં બીજો પોઝિટિવ કેસ આવ્યો સામે, જાણો ક્યાંથી?
કેરળમાં કોરોના વાયરસનો બીજો પોઝિટિવ કેસ સામે આવ્યો છે. રવિવારે કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રાલયે જાણકારી આપી હતી. ઉલ્લેખનીય છે કે, ચીનમાં કોરોના વાયરસે હાહાકાર મચાવી દેતા મૃતક આંક 304 પર પહોંચી ગયો છે.
કોરોના વાઇરસનો બીજો પોઝીટીવ કેસ આવ્યો સામે
કોરોના વાયરસના ખતરાને જોતા ભારતે બે વિમાનને ચીન ખાતે નાગરિકોને પરત લઇ આવવા મોકલ્યાં હતાં. જે તમામ 323 વિદ્યાર્થીઓ સાથેનું બીજુ વિમાન આજ રોજ સવારે પરત ફર્યુ હતું. આ પહેલા શનિવારે 324 વિદ્યાર્થી સાથેનું વિમાન દિલ્હી ખાતે પહોંચ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, ચીનમાં કોરોના વાયરસે હાહાકાર મચાવતા મૃતકોની સંખ્યામાં દરરોજ વધારો થતો જાય છે, ત્યારે તે આંકડો 304 સુધી પહોંચી ગયો છે.