કેરળના કોચીનમાં રવિવારે મરદુની બે માંથી એક ઇમારતને તોડી પાડવામાં આવી હતી. જૈન કોરલ કોવ ઉપરાંત અહીં અન્ય બે વૈભવી એપાર્ટમેન્ટ પરિસર અને ગોલ્ડન કાયાલોરમ બનેલા છે. આ 3 એપાર્ટમેન્ટમાંથી જૈન કોરલ કોવને તોડી પડાયો હતો.
જૂઓ કેવી રીતે ગગનચુંબી ઈમારત થઈ જમીનદોસ્ત જૈન કોરલ કોવને 11 કલાકે તોડી પાડવામાં આવ્યો હતો. જ્યાં ગોલ્ડન કાયાલોરમને પણ બે કલાકે તોડી પાડવામાં આવશે.
જૂઓ કેવી રીતે ગગનચુંબી ઈમારત થઈ જમીનદોસ્ત ઉલ્લેખનીય છે કે, આ 16 માળની ઈમારતમાં 125 ફ્લેટ હતા. જેને તોડવા માટે 220 વિસ્ફોટક વાપરવામાં આવ્યો હતો. આ પહેલાની સરકારી કાર્યવાહી સફળતાપુર્વક પૂર્ણ કરી હતી. અધિકારીઓને વિશ્વાસ હતો કે, આ કાર્યવાહી વિવાદ કે અડચણ વગર પુરી થઈ જાશે.
આ પ્રક્રિયાનું પહેલુ સાયરન સવારે 10 કલાક અને 30 મીનિટે, બીજુ સાયરન 10 કલાક અને 55 મીનિટે અને ત્રીજું સાયરન 10 કલાક અને 59 મીનિટે વગાડવામાં આવ્યું હતું. સુરક્ષા અને આપાતકાલિન પરિસ્થિતીને પહોંચી વળવા પુરતું આયોજન કરવામાં આવ્યુ હતું.