ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કોરોના વાયરસનો કહેરઃ બિહારમાં 144 લાગુ કરાઈ - મોદી સરકાર

ભારતમાં પ્રથમ વખત બિહારમાં કોરોના વાયરસના ફેલાવાને ધ્યાનમાં રાખીને કલમ 144 લાગુ કરવામાં આવી છે.

sec-144-imposed-in-bihar-over-coronavirus-scare
કોરોના વાયરસનો કહેરઃ બિહારમાં 144 લાગુ કરાઈ

By

Published : Mar 14, 2020, 4:54 PM IST

બિહારઃ કોરોના વાયરસના ફેલાવાના પગલે બિહારના શિવહર જિલ્લામાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. SDM આરિફ હસને સમગ્ર જિલ્લામાં 144 કલમ લાગુ કરવાનો આદેશ આપ્યો છે. ઉલ્લેખનીય છે કે, શુક્રવારે બિહારના મુખ્ય પ્રધાન નિતિશ કુમારની અધ્યક્ષતામાં એક બેઠક યોજી હતી. આ બેઠકમાં 31 માર્ચ સુધી શાળા-કોલેજો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

દેશમાં કોરોના વાયરસના અસરગ્રસ્તના 83 કેસ સામે આવ્યા છે. હાલ સુધીમાં 76 વર્ષીય વૃદ્ધ અને 69 વૃદ્ધા એમ બેના લોકોએ પોતાનો જીવ ગુમાવી ચુક્યા છે. બીજી બાજુ ભારતમાં અમેરિકાના દૂતાવાસ 16 માર્ચથી વિઝા સંબંધી પ્રક્રિયા બંધ કરશે.

ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસના ફેલાવાને પગલે મોદી સરકારે મોટી જાહેરાત કરી છે. ગૃહ વિભાગે આપેલા નિવેદન મુજબ, મૃતકોને 4-4 લાખનું વળતર આપવાની જાહેરાત કરી છે.

ABOUT THE AUTHOR

...view details