ગુજરાત

gujarat

ETV Bharat / bharat

સંશોધકોએ હવામાં રહેલા કોરોના વાઈરસનો નાશ કરતુ ‘એર ફીલ્ટર’ બનાવ્યું - એરોપ્લેન

એક તરફ જ્યારે દુનિયાભરના લોકો કોરોના વાઈરસ સામે લડત આપી રહ્યા છે ત્યારે બીજી તરફ યુનિવર્સીટી ઓફ હ્યુસ્ટનના સંશોધકોએ નિકલનો ઉપયોગ કરીને ‘એર ફિલ્ટર’ તૈયાર કર્યુ છે જે કોરોના વાઈરસને પકડીને તેનો નાશ કરી શકે છે. આ ફિલ્ટરનો ઉપયોગ એરપોર્ટ્સ, એરોપ્લેન, ઓફિસ બીલ્ડીંગમાં, શાળાઓમાં તેમજ ક્રુઝ શીપમાં Covid-19ના ફેલાવાને રોકવા માટે કરી શકાય છે

a
સંશોધકોએ હવામાં રહેલા કોરોના વાઈરસનો નાશ કરતુ ‘એર ફીલ્ટર’ બનાવ્યું

By

Published : Jul 9, 2020, 6:55 PM IST

હૈદરાબાદ: વિશ્વભરમાં કોરોના વાઈરસના કેસમાં વધારો થઈ રહ્યો છે એવામાં યુનિવર્સીટી ઓફ હ્યુસ્ટનના સંશોધકોએ એક ‘એર ફિલ્ટર’ તૈયાર કર્યુ છે જે Covid-19 માટે જવાબદાર વાઈરસને ટ્રેક કરે છે અને તાત્કાલીક તેનો ખાત્મો બોલાવે છે.

હ્યુસ્ટન યુનિવર્સીટીના ટેક્સાસ સેન્ટર ફોર સુપરકન્ડક્ટીવીટીના ડીરેક્ટર ઝીફેંગ રેને હ્યુસ્ટન સ્થીત મેડીકલ રીયલ એસ્ટેટ ડેવલપમેન્ટ ફર્મ, મેડીસ્ટારના CEO, મોન્ઝર હૌરાની અને અન્ય સંશોધકો સાથે મળીને આ ‘કેચ એન્ડ કીલ’ ફિલ્ટર ડીઝાઇન કર્યુ છે.

સંશોધકોએ નોંધ્યુ હતુ કે, 392 ડીગરી ફેરનહીટ તાપમાને ગરમ કરેલા નિકલથી બનાવેલા ફિલ્ટરને એક વખત ફેરવવાથી ગાલ્વેસ્ટોન નેશનલ યુનિવર્સીટીમાં નોંધાયેલા 99.8% Covid-19નું કારણ એવા નોવેલ કોરોના વાઈરસનો નાશ કરવામાં સફળતા મળી હતી.

આ વિષય પર વાત કરતા ઝીફેંગ રેને જણાવ્યુ હતુ કે, આ ફિલ્ટર એરપોર્ટ અને એરોપ્લેન, ઓફિસ બિલ્ડીંગ તેમજ સ્કુલ તેમજ ક્રુઝ શીપમાં Covid-19ને રોકવા માટે ખુબ જ ઉપયોગી સાબીત થશે.

તેમણે જણાવ્યુ હતુ કે, “વાઈરસના ફેલાવાને કાબુમાં લેવાની તેની ક્ષમતાને કારણે તે લોકો માટે ખુબ ઉપયોગી સાબીત થશે. મેડીસ્ટારના એક્ઝીક્યુટીવ્ઝ એક ડેસ્ક-ટોપ મોડેલની પણ દરખાસ્ત કરી રહ્યા છે કે જે ઓફિસના કર્મચારીઓના આસપાસના વાતાવરણને શુદ્ધ કરવા માટે સક્ષમ છે.”

રેને આગળ જણાવ્યુ હતુ કે, જ્યારે યુનાઇટેડ સ્ટેટ્સમાં મહામારીનો ફેલાવો થઈ રહ્યો હતો એ સમય દરમીયાન જ 31 માર્ચે ‘વાઈરસ ટ્રેપીંગ ફિલ્ટર’ તૈયાર કરવા માટેની મદદ માટે મેડીસ્ટારે હ્યુસ્ટન યુનિવર્સીટીના ટેક્સાસ સેન્ટર ફોર સુપરકન્ડક્ટીવીટી (TcSUH)નો સંપર્ક કર્યો હતો.

સંશોધકો જાણતા હતા કે આ વાઈરસ હવામાં ત્રણ કલાક સુધી રહે છે માટે આ ફિલ્ટર હવામાં રહેલા વાઈરસનો તાત્કાલીક નાશ કરી શકે તે યોજના અસરકારક સાબીત થઈ શકે તેમ હતી. કારણ કે જેવા કે વેપાર-ધંધા ફરી શરૂ થશે કે તરત જ એર-કંડીશન્ડ સ્પેસમાં વાઈરસના ફેલાવાને રોકવાની તાત્કાલીક જરૂર પડશે એ વાત તેઓ સારી રીતે જાણતા હતા.

તેમજ મેડીસ્ટાર જાણતુ હતુ કે વાઈરસ 70 ડીગરી સેન્ટીગ્રેડથી વધુ તાપમાનમાં ટકી શકતા નથી માટે સંશોધકોએ ગરમ ફિલ્ટરનો ઉપયોગ કરવાનું નક્કી કર્યુ હતુ.

ફિલ્ટરનું તાપમાન ખુબ વધારે એટલે કે 200 સેલ્સીયસથી વધુ રાખીને તેઓ વાઈરસનો લગભગ તાત્કાલીક નાશ કરવા માટે સક્ષમ બન્યા હતા.

રેને નિકલ ફોર્મનો ઉપયોગ કરવાનુ સુચવ્યુ હતુ અને જણાવ્યુ હતુ કે તે કેટલીક મહત્વની જરૂરીયાતોને સંતોષે છે જેમ કે, તેમાં આવેલા છીદ્રો હવાની અવર જવરને શક્ય બનાવે છે તેમજ તે ઇલેક્ટ્રીકલી વાહક છે તેથી તે ગરમ પણ થઈ શકે છે તેમજ તે લવચીક પણ છે.

એ નોંધવુ જરૂરી છે કે એક સ્થાનિક વર્કશોપ દ્વારા આ ફિલ્ટરનું પ્રોટોટાઇપ (ફિલ્ટરનું પ્રાથમીક માળખુ) બનાવવામાં આવ્યુ હતુ અને તેના વોલ્ટેજ/કરંટ અને તેના તાપમાન વચ્ચેના સબંધની તપાસ કરવા માટે તેને રેનની લેબોરેટરીમાં ટેસ્ટ કરવામાં આવ્યુ હતુ અને ત્યાર બાદ વાઈરસનો નાશ કરવાની તેની ક્ષમતાને ચકાસવા માટે તેને ગલ્વેસ્ટોનની લેબમાં લઈ જવામાં આવ્યુ હતું.

ABOUT THE AUTHOR

...view details