શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરમાં સોમવારથી શાળાઓ રાબેતા મુજબ શરૂ કરવામાં આવશે. રાજ્યની શાળાઓ ગત 5 ઓગષ્ટ, 2019થી બંધ છે. રાજ્યમાં તણાવપૂર્ણ વાતાવરણ હવે શાંત થઈ રહ્યું છે. જે કારણે વહીવટી તંત્રએ શાળાઓ શરૂ કરવાનો નિર્ણય લીધો છે.
સોમવારથી જમ્મુ-કાશ્મીરની શાળાઓ રાબેતા મુજબ શરૂ... - શાળા
જમ્મુ-કાશ્મીરમાં સોમવારથી શાળાઓ ફરીથી ખુલશે. 5 ઓગષ્ટ, 2019ના રોજ કલમ 370 નાબૂદ કરી જમ્મુ-કાશ્મીરનો વિશેષ રાજ્યનો દરજ્જો સમાપ્ત કરવામાં આવ્યો હતો. જે બાદ જમ્મુ-કાશ્મીરને બે સંઘપ્રદેશોમાં વહેંચી દેવામાં આવ્યું હતું. સંઘપ્રદેશોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને શાળાઓ બંધ કરવામાં આવી હતી, પરંતુ હવે શાળાઓ ખોલવામાં આવશે.
જમ્મુ કાશ્મીરની શાળાનું અનિચ્છનીય વેકેશનનો સોમવારે અંત
ઉલ્લેખનીય છે કે, જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 નાબૂદ કરવામાં આવી છે. જે કારણે રાજ્યમાં તણાવગ્રસ્ત વાતાવરણને કારણે શાળાઓ બંધ કરવાનો નિર્ણય કરાયો હતો. કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરનું વિભાજીત કરી બે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વહેંચવામાં આવ્યાં છે. જેમાં એક જમ્મુ-કાશ્મીર અને બીજુ લદ્દાખ છે. સંઘપ્રદેશોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને શાળાઓ બંધ કરવામાં આવી હતી, પરંતુ હવે શાળાઓ ખોલવામાં આવશે.