નવી દિલ્હીઃ ડાયરેક્ટોરેટ જનરલ ઑફ સિવિલ એવિએશન (ડીજીસીએ)એ શુક્રવારે કહ્યું હતું કે, દેશમાં આંતરરાષ્ટ્રીય પેસેન્જર એરલાઇન્સ પરનો પ્રતિબંધ 31 જુલાઈ સુધી ચાલુ રહેશે. ડીજીસીએએ એમ પણ કહ્યું હતું કે વ્યક્તિગત કેસોના આધારે પસંદગીના હવાઇ માર્ગો પર કેટલીક ફ્લાઇટ સેવાઓને મંજૂરી આપવામાં આવી શકે છે.
આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ 31 જુલાઈ સુધી સ્થગિત, કેટલીક ફ્લાઇટને મંજૂરીઃ DGCA
ડીજીસીએએ 15 જુલાઈ 2020 સુધી નિલંબિત રહેવાવાળી આંતરરાષ્ટ્રીય પેસેન્જર એરલાઇન સેવા 31 જુલાઇ સુધી સ્થગિત કરી દીધી છે. આ સાથે, કેટલીક હવાઇ સેવાઓને પસંદગીના હવાઇ માર્ગો પર મંજૂરી આપવામાં આવી શકે છે.
કોરોના વાઈરસના ફેલાવાને ધ્યાનમાં રાખીને, 23 માર્ચથી ભારતમાં આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ સેવા પર પ્રતિબંધ છે. ડીજીસીએએ 26 જૂને એક પરિપત્ર બહાર પાડ્યો હતો. જેમાં જણાવ્યું હતું કે, પેસેન્જર ફ્લાઇટ સેવાઓ 15 જુલાઈ 2020 સુધી સ્થગિત કરવામાં આવશે. તેના નિર્ણયના બદલામાં ડીજીસીએએ શુક્રવારે કહ્યું હતું કે, આ સમયમર્યાદા વધારીને 31 જુલાઈ 2020 કરવામાં આવી છે.
પરિપત્રમાં જણાવાયું છે કે વિવિધ બાબતોના આધારે પસંદગીના હવાઇ માર્ગો પર કેટલીક ફ્લાઇટ્સને મંજૂરી આપવામાં આવી શકે છે.એર ઇન્ડિયા અને અન્ય ખાનગી સ્થાનિક એરલાઇન્સ વંદે ભારત અભિયાન અંતર્ગત 6 મેથી વિદેશમાં ફસાયેલા લોકોને પરત લાવવામાં સક્ષમ છે.