ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં વિવાદિત ભૂમિ પર રામ મંદિર બનાવવાનો નિર્ણય આપ્યો હતો. SCએ સાથે જ અયોધ્યામાં મસ્જિદ નિર્માણ માટે વક્ફ બોર્ડને 5 એકડ જમીન આપવાની વાત કરી હતી.
અયોધ્યા ચુકાદો: પુનર્વિચાર અરજી પર SC આવતીકાલે વિચાર કરશે
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટની પાંચ સભ્યોની બેન્ચે ગુરૂવારે પોતાના ચેંબરમાં પુનર્વિચાર અરજીઓ પર વિચાર કરશે. રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ ભૂમિ પર વિવાદમાં ગત 9 નવેમ્બરના રોજ કોર્ટ દ્વારા ઐતિહાસિક નિર્ણય વિરૂદ્ધ અરજી દાખલ કરવામાં આવી હતી.
અયોધ્યા નિર્ણય: પુનર્વિચાર અરજી પર SC કાલે કરશે વિચાર
મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ એસ.એ.બોબડેની અધ્યક્ષતામાં સુપ્રીમ કોર્ટની પાંચ સભ્યની પીઠ ચેંબરમાં પુનર્વિચાર અરજીઓ પર ચર્ચા કરશે. પીઠના અન્ય સભ્યો જસ્ટિસ ડી.વાઇ. ચન્દ્રચૂંડ, જસ્ટિસ અશોક ભૂષણ, જસ્ટિસ એસ.એ.નઝીર અને જજ સંજીવ ખન્ના છે.
જસ્ટિસ ખન્નાએ જસ્ટિસ છે કે, જેઓ આ પાંચ સભ્યોની બંધારણીય પીઠના સભ્ય નથી ,9 નવેમ્બરના રોજ આપવામાં આવેલા નિર્ણયમાં તેઓ સભ્ય ન હતા. જસ્ટિસ ખન્ના રંજન ગોગોઇનો સ્થાન લેશે.