ગુજરાત

gujarat

ETV Bharat / bharat

SC આજે નાગરિકતા કાયદાને પડકારતી અને તરફેણમાં દાખલ કરાયેલી 140 પિટિશન પર સુનાવણી કરશે - caa ન્યૂઝ

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે બુધવારે નાગરિકતા સુધારા કાયદા (CAA) પર સુનાવણી કરશે. સુપ્રીમ કોર્ટે નાગરિકતા સુધારા કાયદાને પડકારતી અથવા તરફેણ દાખલ કરવામાં આવેલી 140થી વધુ પિટિશનઓ પર સુનાવણી કરશે.

suprem court
સુપ્રીમ કોર્ટ

By

Published : Jan 22, 2020, 12:31 AM IST

ચીફ જસ્સિટ શરદ અરવિંદ બોબડ, જસ્ટિસ અબ્દુલ નઝીર અને જસ્ટિસ સંજીવ ખન્નાની બેંચ નાગરિકતા સુધારા કાયદા (CAA) પર બુધવારે સુનાવણી કરશે.

ઉલ્લેખનીય છે ક, CAB નાગરિકતા સુધારા બિલ લોકસભા બાદ રાજ્યસભામાં પણ CABને પસાર કરવામાં આવ્યું હતું. જે બાદ આ બિલ રાષ્ટ્રપતિની મંજૂરી બાદ નાગરિકતા સુધારા કાયદો બની ગયું છે.

સમગ્ર દેશમાં કેટલાક વિસ્તારમાં નાગરિકતા સુધારા કાયદોનો વિરોધ થઇ રહ્યો છે. તો કટેલાક વિસ્તારોમાં સમર્થન પણ મળી રહ્યું છે. ભાજપ CAA પર જન જાગૃત્તિ અભિયાન ચલાવી રહ્યું છે. આ અભિયાન ભારત દેશભરમાં કરી રહ્યું છે.

નાગરિકતા સુધારો અધિનિયમ (CAA), રાષ્ટ્રીય નાગરિકતા રજિસ્ટર (NRC) અને રાષ્ટ્રીય વસ્તી રજિસ્ટર (NPR)ને લઈને દેશમાં હોબાળો છે. લોકો તેનો વિરોધ કરવા માટે રસ્તાઓ પર ઉતરી આવ્યા છે. ભાજપ આ મુદ્દાઓ પર દેશભરમાં જન જાગૃતિ અભિયાન ચલાવી રહ્યું છે. આ અભિયાન હેઠળ ભાજપ ડોર ટૂ ડોર પ્રચાર કરશે.

ABOUT THE AUTHOR

...view details