CAA પર સુપ્રીમ કોર્ટે સ્ટેની માગ ફગાવી, કેન્દ્રને નોટીસ
નવી દિલ્હી : SCએ નાગરિકતા સંશોધન એક્ટ 2019ની પડકાર આપતી અરજીની સુનાવણી કર્યા બાદ કેન્દ્ર સરકારને નોટીસ ફટકારી હતી. આ સાથે જ કોર્ટે નાગરિકતા સંશોધન કાયદા પર સ્ટેની માગને પણ ફગાવી દીધી છે.
મુખ્ય જજ એસ.એ.બોબડે, જજ બી.આર.ગવઇ અને જજ સૂર્યકાંતની પીઠે નાગરિકતા સંશોધન એક્ટ 2019 પર સ્ટેની માગ ફગાવી દીધી છે. સુપ્રીમ જાન્યુઆરીમાં આ મુદ્દે સુનાવણી કરશે.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ગુરૂવારના રોજ નાગરિકતા સંશોધન બિલ 2019ને મંજૂરી આપી હતી, જેથી આ બિલ કાયદા સ્વરૂપે અમલી બન્યુ છે. આ કાયદાને પડકાર આપતી અન્ય અરજીઓ પર ઓલ અસમ સ્ટુડન્ટ્સ યુનિયન, પીસ પાર્ટી, ગેર સરકારી સંગઠન રિહાઇ મંચ તથા સિટિઝન્સ અગેન્સ્ટ હેટ, પ્રવક્તા એમ.એલ.શર્મા અને કાયદાના કેટલાક વિદ્યાર્થીઓ સામેલ છે. જે તમામ એઅરજીઓ પર સ્ટે મૂકી દેવાયો છે.