નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટ શાહીનબાગને લઈ સુનાવણી દરમિયાન કહ્યું કે, સાર્વજનિક રસ્તાઓ અને સ્થળ પર પ્રદર્શનકારીયો દ્વારા અનિશ્ચિત સમયસુધી કબજે લઈ અને ધરણા કરી શકે નહીં. સરકારે કોર્ટની રાહ જોયા વગર સાર્વજનિક સ્થાનો પરથી કબજો દુર કરી શકે છે.
શાહીન બાગ કેસ : અનિશ્ચિત સમય માટે માર્ગ પર કબજો ન લઈ શકાય:SC
સુપ્રીમ કોર્ટે શાહીનબાગ વિરોધને લઈ દિશા-નિર્દેશ અને વિરોધના અધિકારની માંગ કરનારી અરજી પર સુનાવણી કરી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, પ્રદર્શન એવી જગ્યા પર થવું જોઈએ જ્યાં ભીડ ન હોય.
સુપ્રીમ કોર્ટે
સુપ્રીમ કોર્ટે શાહીનબાગ વિરોધને લઈ દિશા-નિર્દેશ અને વિરોધના અધિકારની માંગ કરનારી અરજી પર સુનાવણી કરી છે. શાહીનબાગમાં નાગરિકતા સંશોધન કાયદો એટલે કે, CAA ના વિરોધમાં અંદાજે 100 લોકો રસ્તાઓ પર ઉતર્યા હતા. ત્યારે વકીલ અમિત શાહની અને ભાજપ નેતા નંદકિશોર ગર્ગે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી.
કોર્ટે એવું પણ કર્યું હતું કે આવા દેખાવો માટે કેટલાંક સ્થળો પહેલેથી નક્કી થવાં જોઇએ. જાહેર માર્ગો કે પાર્કને દેખાવોનું સ્થાન બનાવી શકાય નહીં.