ગુજરાત

gujarat

ETV Bharat / bharat

પુલવામા હુમલામાં ષડયંત્રની તપાસની અરજી SCએ ફગાવી - pulwama terror attack

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે 14 ફેબ્રુઆરીએ જમ્મુ કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકવાદી હુમલા પાછળ કથિત રીતે થયેલા ષડયંત્રની તપાસ કરનારી જાહેર હિતની અરજી સોમવારે ફગાવી દીધી છે.

સ્પોટ ફોટો

By

Published : Feb 25, 2019, 6:55 PM IST

ચીફ જસ્ટીસ રંજન ગોગોઈ તથા ન્યાયમૂર્તિ સંજીવ ખન્નાની ખંડપીઠે વકિલ વિનીત ધાંડા તરફથી જાહેર હિતની અરજી પર સુનાવણી કરી હતી. વકિલે આ અરજીમાં દાવો કર્યો હતો કે, હુમલામાં વ્યાપક રીતે ષડયંત્રની તપાસ કરવામાં આવે. આ હુમલામાં સીઆરપીએફના 40 જવાનો શહિદ થયા હતા.

જાહેર હિતની આ અરજીમાં કહેવાયું છે કે, આ હુમલામાં લગભગ 370 કિલાગ્રામ આરડીએક્સ ઉપયોગ કરવામાં આવ્યો હતો તેથી તેની વિસ્તૃત તપાસ થવી જોઈએ.

ABOUT THE AUTHOR

...view details