ગુજરાત

gujarat

ETV Bharat / bharat

1984 શીખ રમખાણના દોષી સજ્જન કુમારની જામીન અરજી કોર્ટે ફગાવી - સજ્જન કુમાર

1984માં થયેલા શીખ રમખાણોના દોષી કોંગ્રેસ નેતા સજ્જન કુમારે સુપ્રિમ કોર્ટમાં કરેલી જામીન અરજીને કોર્ટે ફગાવી દીધી છે.

Etv Bharat
sajjan kumar

By

Published : May 13, 2020, 4:39 PM IST

નવી દિલ્હીઃ સુપ્રિમ કોર્ટે 1984માં થયેલા શીખ રમખાણોના દોષી કોંગ્રેસ નેતા સજ્જન કુમારની જામીન અરજી ફગાવી દીધી છે. અદાલતે ક્હ્યું કે, તેમની જામીન અરજી પર જુલાઈમાં વિચાર કરવામાં આવશે.

જો કે, અગાઉ પણ 14 ફેબ્રુઆરીએ સુપ્રિમ કોર્ટે શીખ રમખાણોના દોષી સજ્જન કુમારને વચગાળાના જામીન આપવાનો ઈન્કાર કર્યો હતો. ત્યારે કોર્ટે કહ્યું હતું કે, આ મામલે સુનાવણી આગામી દિવસોમાં કરવામાં આવશે.

શીખ વિરુદ્ધ થયેલા રમખાણો મામલે સજ્જન કુમારને દિલ્હી હાઈકોર્ટે ડિસેમ્બર 2018માં દોષી ઠેરવ્યો હતો અને આજીવન કારાવાસની સજા સંભળાવી હતી. સજ્જન કુમારે આ ચૂકાદા પર સુપ્રીમકોર્ટેને પડકારતી જામીન અરજી દાખલ કરી હતી.

સજ્જન કુમાર અને તેના પાંચ સાગરીતઓએ 31 ઓક્ટોબર 1984ના પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની હત્યા બાદ દિલ્હીમાં રાજનગર સ્થિત એક શીખ પરિવારના પાંચ સભ્યોની હત્યા કરવા આવેલા જુથને ઉકસવાવાની કોશિશ કરી હતી.

ABOUT THE AUTHOR

...view details