ગુજરાત

gujarat

સૈન્યમાં મહિલાઓને સ્થાયી કમિશન માટે SCએ સરકારને આપ્યો એક મહિનાનો સમય

By

Published : Jul 7, 2020, 4:44 PM IST

ભારતીય સૈન્યમાં યોગ્ય મહિલાઓને સ્થાયી કમિશન(Women Permanent commission) આપવા અને કમાન્ડ પોસ્ટમાં તેમની તૈનાતી સંબંધિત જોગવાઈઓ તૈયાર કરવા માટે કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટ પાસે વધુ 6 મહિનાની માગ કરી છે. આના પર જસ્ટિસ ડી વાય ચંદ્રચૂડની અધ્યક્ષતાવાળી બેંચે કેન્દ્ર સરકારને વધુ એક મહિનાનો સમય આપ્યો છે.

સૈન્યમાં મહિલાઓને કાયમી કમિશન
સૈન્યમાં મહિલાઓને કાયમી કમિશન

નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે ફેબ્રુઆરીમાં ચુકાદો આપ્યો હતો કે સેનામાં મહિલા અધિકારીઓને કાયમી કમિશન અને કમાન્ડ પોસ્ટિંગ્સ મળવી જોઈએ. આ માટે સરકારને ત્રણ મહિનાનો સમય આપવામાં આવ્યો હતો. જો કે, મંગળવારે કેન્દ્ર સરકારે કોર્ટને કહ્યું હતું કે, કરોનાને કારણે આ હુકમનું પાલન થઈ શક્યું નથી, તેથી વધુ છ મહિનાનો સમય આપવો જોઈએ.

મંગળવારે સુપ્રીમ કોર્ટે સરકારને તેના નિર્ણયનું પાલન કરવા માટે વધુ એક સમય આપ્યો હતો. કેન્દ્ર સરકારે કોર્ટને તહ્યું કે,નિર્ણય અંતિમ તબક્કામાં છે. કેન્દ્ર સરકાર વતી એડવોકેટ બાલા સુબ્રમણ્યમે કોર્ટને જણાવ્યું હતું કે ઓફિસનો ઓર્ડર ગમે ત્યારે આવી શકે છે, પરંતુ કોરોનાને ધ્યાનમાં રાખતા વધુ સમય આપવો જોઈએ.

દાખલ કરેલી અરજીમાં સંરક્ષણ મંત્રાલયે સુપ્રીમ કોર્ટના 17 ફેબ્રુઆરીના નિર્ણયને અનુસરવા માટે છ મહિનાનો વધારાનો સમય માંગ્યો હતો. 17 ફેબ્રુઆરીના હુકમમાં સ્પષ્ટતા કરવામાં આવી હતી કે મહિલા અધિકારીઓને તેમના પુરુષ સમકક્ષોની જેમ સમાન વર્તન કરવામાં આવે. સુપ્રીમ કોર્ટનો આદેશ ભારતીય સૈન્યની 11 મહિલા અધિકારીઓ વતી દિલ્હી હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ થયાના 14 વર્ષ પછી આવ્યો છે.

ABOUT THE AUTHOR

...view details