ગુજરાત

gujarat

ETV Bharat / bharat

વિકાસ દુબે એન્કાઉન્ટર કેસ: સુપ્રીમ કોર્ટે તપાસ સમિતિની પુનર્ગઠનની માગને ફગાવી - Vikas Dubey encounter case

સુપ્રીમ કોર્ટની ખંડપીઠે ગેંગસ્ટર વિકાસ દુબેના એન્કાઉન્ટરની તપાસ કરતી સમિતિના પુનર્ગઠનની માંગણી કરતી અરજીને ફગાવી દીધી હતી. વિકાસ દુબે એન્કાઉન્ટરની તપાસ સમિતિ માટે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જસ્ટીસ બી.એસ. ચૌહાણ અને પૂર્વ પોલીસ મહાનિર્દેશક કે.એલ. ગુપ્તાનું નામ યૂપી સરકાર દ્વારા આપવામાં આવ્યું હતું. જેને કોર્ટે સ્વીકારી લીધું હતું.

વિકાસ દુબે એન્કાઉન્ટર
વિકાસ દુબે એન્કાઉન્ટર

By

Published : Jul 28, 2020, 3:53 PM IST

નવી દિલ્હી: ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયાની અધ્યક્ષતાવાળી સુપ્રીમ કોર્ટની બેંચે ગેંગસ્ટર વિકાસ દુબેની એન્કાઉન્ટરની તપાસ કરનારી ન્યાયિક તપાસ પંચના પુનર્ગઠનની અરજીઓને ફગાવી દીધી હતી.

આ અરજીઓ વકીલ ઘનશ્યામ ઉપાધ્યાય અને અનૂપ અવસ્થી દ્વારા દાખલ કરવામાં આવી હતી. જેમાં ડીજીપી કેએલ ગુપ્તાને હટાવવાની માગ કરી હતી.આ બંને અરજદારો અગાઉ પણ સર્વોચ્ચ અદાલતમાં ગયા હતા અને આ કેસની CBI / NIA તપાસની માગ કરી હતી.

ભારતના મુખ્ય ન્યાયાધીશે અરજદારોના દાવા પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે, તપાસ અધિકારીઓ તપાસ ચાલુ છે અને અપરાધીઓ પર કડક કાર્યવાહી કરવામાં આવશે.CJIએ ટિપ્પણી કરી હતી કે," તેઓ અરજદારોની આશંકાને કારણે આવીરીતે કોઇ પણ વ્યક્તિને સમિતિમાંથી ન બદલી શકાય. તેમણે કહ્યું, 'પેનલમાં સુપ્રીમ કોર્ટના જજ, હાઈકોર્ટના જજ છે. એક અધિકારીના કારણે સમિતિને ખત્મ કરવામાં નહીં આવે."

વિકાસ દુબે એન્કાઉન્ટરની તપાસ સમિતિ માટે, યુપી સરકાર વતી, સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જસ્ટિસ બી.એસ. ચૌહાણ અને પૂર્વ પોલીસ મહાનિર્દેશક કે.એલ. ગુપ્તાનું નામ આપવામાં આવ્યું હતું, જેને કોર્ટે સ્વીકારી લીધું હતું.

મુખ્ય ન્યાયાધીશ બોબડે, ન્યાયમૂર્તિ એ.એસ. બોપન્ના અને ન્યાયાધીશ વી.રામસુબ્રમણ્યમની ખંડપીઠે વીડિયો કોન્ફરન્સ દ્વારા સુનાવણી દરમિયાન ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા રચિત ત્રણ સભ્યોની તપાસ સમિતિને મંજૂરી આપી હતી.ખંડપીઠે કહ્યું કે, તપાસ સમિતિએ એક અઠવાડિયામાં તેનું કામ શરૂ કરવું જોઈએ અને સમગ્ર તપાસ બે મહિનામાં પૂર્ણ થઇ જવું જોઈએ.

ABOUT THE AUTHOR

...view details