ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કોઈ કાગળ પર લખી દેવાથી વિદેશી થઈ જતાં નથી, SCમાં રાહુલ ગાંધીને રાહત

ન્યૂઝ ડેસ્ક: સુપ્રીમ કોર્ટે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી વિરુદ્ધ ડબલ નાગરિકતા ધરાવતી અરજી પર આજે સુનાવણી કરી હતી. જેમાં સુપ્રીમ કોર્ટે આ અરજીને રદ કરી દીધી છે જેના માટે કોર્ટે તારણો રજૂ કર્યા હતા. ત્યાર બાદ આ નિર્ણય આપ્યો હતો. આ અરજીમાં રાહુલ ગાંધી પાસે બ્રિટીશ નાગરિકતા હોવાનું કહેવાયું હતું.

By

Published : May 9, 2019, 2:20 PM IST

file

આપને જણાવી દઈએ કે, અરજી કર્તાએ પોતાની અરજીમાં કહેવાયું હતું કે, ચૂંટણી પંચ રાહુલ ગાંધીને ચૂંટણી લડવાથી રોકે.

મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈ, ન્યાયમૂર્તી દીપક ગુપ્તા તથા ન્યાયમૂર્તિ સંજીવ ખન્નાની ખંડપીઠે અરજી કર્તાની આ અરજી ફગાવી દીધી છે.

આ ખંડપીઠે કહ્યું હતું કે, કોઈ કંપનીના કોઈ કાગળ પર રાષ્ટ્રીયતા બ્રિટીશ લખી દેવાથી તેઓ બ્રિટીશ નાગરિક નથી બની જતાં.

ABOUT THE AUTHOR

...view details